Only Gujarat

Bollywood

દિશા પટનીએ એક્ટ્રેસ બનવા માટે છોડી દીધી હતી સ્ટડી, ટાઈગર નહીં આ સેલેબ્સને પહેલા કરતી હતી ડેટ

મુંબઈઃ એક્ટ્રસ દિશા પટનીએ હાલમાં જ એક માઇલસ્ટોન અચીવ કર્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશાના ઇન્સ્ટાગ્રામ પર 40 મિલિયન ફોલોઅર્સ થઈ ગયાં છે. દિશા ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટોંડ બૉડીના એકથી એક ફોટો શેર કરે છે, જેને તેના ફેન્સ પણ ખૂબ જ પસંદ કરે છે. હાલમાં જ એક ફોટો પર બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફે દિલ અને ફાયરવાળું ઇમોજી શેર કરી પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરી હતી.

આજે ફરી નજર કરીએ દિશાના બેકગ્રાઉન્ડ એટલે કે તેમના પરિવાર, એજ્યુકેશન અને કરિયર કઈ ફિલ્મથી આગળ વધ્યું સહિતની વાતોથી. સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે દિશા કૉલેજ ડ્રોપઆઉટ છે અને તેમણે વર્ષ 2013માં ‘ફૅમિના મિસ ઇન્ડિયા ઇન્દોર’ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે સ્ટડી અધુરું છોડી દીધું હતું. આ ઇવેન્ટમાં તે ફર્સ્ટ રનરઅપ રહી હતી.

કહેવામાં આવે છે કે, આ દરમિયાન દિશાએ ફિલ્મ ‘હીરોપંતી’ માટે ઑડિશન આપ્યું હતું, પણ તે સિલેક્ટ થઈ નહોતી. દિશાને કરિયરના શરૂઆતી દિવસોમાં ઘણીવાર ઑડિશનમાં સફળતા મળી નહીં, પણ તેમને હાર માની નહીં.

દિશાનો એક એવો જ ઑડિશનનો વીડિયો આજે પણ યૂટ્યુબ પર છે. જેમાં તે એક એડવર્ટાઇઝ માટે ઑડિશન આપી રહી છે.

દિશા એક રાજપૂત પરિવારમાંથી આવે છે અને તેમના પિતા જગદિશ સિંહ પટની ઉત્તર પ્રદેશ પોલીસમાં ડીએસપી છે. દિશાની એક મોટી બહેન ખુશબુ અને નાનો ભાઈ સૂર્યાંશ છે. તેમની મા હાઉસવાઇફ છે. દિશા પટનીના રિલેશન અંગેની વાત કરીએ તો તેમનું નામ ટાઇગર શ્રોફ સાથે ચર્ચાય છે, પણ રિપોર્ટ મુજબ ટાઇગર શ્રોફ પહેલાં દિશા પટની થોડા સમય સુધી ટીવી સેલિબ્રિટી પાર્થ સમથાનને ડેટ કરતી હતી.

બોલિવૂડમાં દિશાને ઓળખ ફિલ્મ ‘એમએસ ધોની’એ અપાવી હતી, જેમાં તેમની સાથે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યાં હતાં.

હાલમાં દિશા એક્શન-થ્રિલર ફિલ્મ ‘મલંગ’માં જોવા મળ હતી. તે સલમાન ખાનની ઑપોઝિટ ફિલ્મ ‘ભારત’માં પણ કામ કરી ચૂકી છે. તેમની આગામી ફિલ્મ સલમાન સાથે છે. જેનું નામ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ છે.

You cannot copy content of this page