ટ્રાન્સપરન્ટ ગાઉનમાં મલાઈકાનો જલવો, વારંવાર હાથથી છૂપાવતી હતી બોડી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં જ દિલ્હીમાં ચાલતા ઇન્ડિયન કોચર વીકમાં શો-સ્ટોપર બની હતી. મલાઈકા ટ્રાન્સપન્ટ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. જોકે સ્ટેજ પર થોડીવાર માટે ટૂંકા ડ્રેસના કારણે મલાઈકા મુશ્કેલીમાં મૂકાઈ હતી. એક સમયે તો તેણે માથું પકડી લીધું હતું.

મલાઈકાનો લુક કેવો હતો?
ઇન્ડિયન કોચર વીકના ચોથા દિવસે મલાઈકા અરોરાએ ફેશન ડિઝાઇનર રોહિત ગાંધી તથા રાહુલ ખન્નાના આઉટફિટ પહેરીને રેમ્પ પર વૉક કર્યું હતું. મલાઈકા અરોરા ડાર્ક ગ્રીન બ્લેક થાઇ હાઇ સ્લીટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની ડીપ વી નેકલાઇન હતી.

ડ્રેસને કરાણે મુશ્કેલીમાં મલાઈકાઃ ગાઉન ડીપ નેક હોવાથી મલાઈકા ડ્રેસને કારણે મુશ્કેલીમાં મૂકાયો હતો. મલાઈકા અરોરા હાથથી ગળા પર હાથ મૂકતી હતી. અન્ય એક વીડિયોમાં મલાઈકા હાથથી પગ પણ ઢાંકતી જોવા મળી હતી.

બે વર્ષ બાદ ફેશન શો યોજાયો
કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ઇન્ડિયન કોચર વીક ઓનલાઇન થતો હતો. આ વર્ષે ફિઝિકલ ઇવેન્ટ યોજાઈ છે.

મલાઈકા પહેલાં અદિતી રાવ હૈદરીએ ફેશન ડિઝાઇનર અંજુ મોદી માટે રેમ્પ વૉક કર્યું હતું.

રવિવાર, 30 જુલાઈના રોજ ઇન્ડિયન કોચર વીકનો છેલ્લો દિવસ છે અને તે દિવસ ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના પોતાના લેટેસ્ટ કલેક્શન રજૂ કરશે.

હાલમાં જ પ્રેમી સાથે પેરિસ ગઈ હતી
અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ લેડીલવ મલાઈકા અરોરા સાથે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો.

અર્જુન તથા મલાઈકા બર્થડે સેલિબ્રેશન માટે ખાસ પેરિસ ગયા છે.

You cannot copy content of this page