Only Gujarat

Bollywood FEATURED

30 વર્ષ પછી આવી દેખાય છે અક્ષય કુમારની પહેલી અભિનેત્રી, તસવીરો જોઈને પણ નહીં ઓળખો

મુંબઈઃ અક્ષય કુમારે બૉલિવૂડમાં 30 વર્ષ પુરા કરી લીધા છે. તેમણે 25 જાન્યુઆરી 1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૌગંધ’થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જોકે, તેમની પહેલી ફિલ્મ સુપરફ્લૉપ થઈ હતી. આ ઉપરાંત તેમણે પોતાની એક્ટિંગના દમ પર બૉલિવૂડમાં નામ કમાયું હતું. આજે તેમની ગણતરી તે સ્ટાર્સમાં થાય છે, જે ફિલ્મમાં કામ કરવા માટે સૌથી વધુ રૂપિયા લે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘સૌગંધ’માં અક્ષય કુમાર સાથે શાંતિપ્રિયાએ કામ કર્યું હતું. જેને લીધે તે અક્ષય કુમારની પહેલી હીરોઈન કહેવાય છે. અક્ષયે જેટલું નામ કમાયું એટલું નામ શાંતિપ્રિયા કમાઈ શકી નહોતી. આજે તે ગુમનામી જિંદગી જીવી રહી છે. 51 વર્ષની શાંતિપ્રિયાને હવે ઓળખવી મુશ્કેલ છે. તે પહેલાં કરતાં ઘણી બદલાઈ ગઈ છે.

અક્ષયે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અજય દેવગન પોતાનું નસીબ અજમાવી રહ્યાં હતાં. વર્ષ 1992માં આવેલી અબ્બાસ-મસ્તાનની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘ખિલાડી’ સિરીઝની અક્ષયની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મથી તેમને બૉલિવૂડમાં ખિલાડીનું ટાઇટલ આપવામાં આવ્યું હતું. આ સિરીઝની છેલ્લી ફિલ્મ ‘ખિલાડી 786’ છે.

શાંતિપ્રિયાની વાત કરીએ તો, તે 35 વર્ષની ઊંમરમાં વિધવા થઈ ગઈ હતી. શાંતિપ્રિયાએ જે વર્ષે બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું, તેના 8 વર્ષ પછી એટલે કે વર્ષ 1999માં તેમણે એક્ટર સિદ્ધાર્થ રે સાથે લગ્ન કર્યાં હતાં.

સિદ્ધાર્થે ‘વંશ’ અને ‘બાઝીગર’ સહિતની ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. વર્ષ 2004માં 40 વર્ષની ઊંમરમાં સિદ્ધાર્થને મેજર હાર્ટ એટેક આવ્યો. જેને લીધે તેમનું નિધન થયું હતું. શાંતિપ્રિયા અને સિદ્ધાર્થને બે બાળકો છે.

શાંતિપ્રિયાના પતિ સિદ્ધાર્થ રે. વી. શાંતારામના પૌત્ર હતાં. તેમણે વર્ષ 1992માં ફિલ્મ ‘વંશ’થી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે તિલક અને મિલેટ્રીરાજ સહિતની ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં. સિદ્ધાર્થને મોટાભાગના લોકો ફિલ્મ ‘બાઝીગર’માં તેમના દમદાર રોલ માટે ઓળખે છે. જેમાં તેમણે કાજોલના ફ્રેન્ડ અને ઇન્સપેક્ટર કરણ સક્સેનાનો રોલ પ્લે કર્યો હતો. તેમની પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘છુપાના ભી નહીં આતા’ ખૂબ જ પોપ્યુલર થયું હતું.

શાંતિપ્રિયાની પહેલી હિન્દી ફિલ્મ ‘સૌગંધ’ ફ્લૉપ રહી, પણ તેમણે બૉલિવૂડમાં કામ મળતું રહ્યું હતું. આ પહેલાં તે તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં એક્ટિવ હતી. ખાસ વાત છે કે, ફિલ્મ ‘સૌગંધ’ ફ્લૉપ થયાં છતાં શાંતિપ્રિયાને ‘ફૂલ ઔર અંગાર’, ‘વીરતા’ અને ‘ઇક્કે પે ઇક્કા’ સહિતની ઘણી ફિલ્મો મળી હતી.

શાંતિપ્રિયાએ પતિના મોત પછી ફિલ્મોમાં ફરી એકવાર વાપસી કરી હતી. આ પછી તે પોતાના જૂના કો-સ્ટાર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તીની ફિલ્મ ‘હૅમિલ્ટન પેલેસ’માં જોવા મળી હતી અને આ ફિલ્મ ફ્લૉપ રહી હતી.

શાંતિપ્રિયા ફૅમશ સાઉથ ઇન્ડિયન અને બૉલિવૂડ એક્ટ્રસ ભાનુપ્રિયાની બહેન છે. શાંતિપ્રિયાએ ‘માતા કી ચૌકી’ અને ‘દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. આ પછી તે ટીવી, ફિલ્મ અને મીડિયાની નજરથી દૂર રહે છે.

શાંતિપ્રિયા અત્યારે દરેક લોકોની નજરથી દૂર પોતાના દીકરા સાથે ટાઇમ સ્પેન્ડ કરે છે. સલમાન ખાનનો શૉ બિગબૉસ 14 શરૂ થયાં પહેલાં સમાચાર સામે આવ્યાં હતાં કે, શાંતિપ્રિયા તેમાં જોવા મળી શકે છે, પણ એવું થયું નહીં.

વાત અક્ષય કુમારના વર્કફ્રન્ટની કરીએ તો તેમની અપકમિંગ ફિલ્મ ‘અતરંગી રે’, ‘રામસેતુ’, ‘સૂર્યવંશી’, ‘બેલ બૉટમ’, ‘પૃથ્વીરાજ’ છે. અત્યારે તે ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું શૂટિંગ કરી રહ્યો છે.

અક્ષયની 11 ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર 100 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. 100 કરોડવાળી તેમની પહેલી ‘હાઉસફુલ 2’ છે. તે બૉલિવૂડની એકમાત્ર એવા સ્ટાર છે, જેમણે એક જ વર્ષમાં 3 ફિલ્મોથી 200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જ્યારે તેમની ફિલ્મો ‘મિશન મંગળ’, ‘હાઉસફુલ 4’ અને ‘ગુડ ન્યૂઝ’એ 200 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતું.

You cannot copy content of this page