Only Gujarat

Bollywood FEATURED

કેન્સરની સારવાર માટે વિદેશ જતાં પહેલાં સંજુબાબા કરશે પહેલાં આ ખાસ કામ 

મુંબઈ: સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજ કેન્સર થયું છે. 11 ઑગસ્ટે સમાચાર આવ્યા કે 61 વર્ષના સંજય દત્ત ફેફસાંના કેન્સર સામે લડી રહ્યા છે,જેના ઈલાજ માટે સંજય જલ્દી જ અમેરિકા કે પછી સિંગાપોર જવા રવાના થશે. જો કે ટ્રીટમેન્ટ માટે વિદેશ જતા પહેલા તે એક ખાસ કામ પૂર્ણ કરવા માંગે છે. સંજય દત્તની ફિલ્મ ‘સડક-2’નું ડબિંગ પૂરું કરીને જ રવાના થશે.

આ પહેલા સંજય દત્તે મંગળવારે (11 ઓગસ્ટ) જાહેરાત કરી હતી કે તેઓ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી થોડા સમય માટે બ્રેક લેશે. ‘સડક 2’ના પ્રોડક્શન ટીમના સૂત્રોના પ્રમાણે, બ્રેક પર જતા પહેલા સંજય ડબિંગનું કામ પૂરું કરીને જશે. તેમનું થોડું જ કામ બાકી છે, જેને તેઓ પૂરું કરીને જશે.

કેટલાક દિવસો પહેલા 8 ઑગસ્ટે સંજય દત્ત શ્વાસ લેવાની ફરિયાદ સાથે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે હવે સંજય દત્તને લઈને જે નવા રિપોર્ટ્સ આવી રહ્યા છે, તેના પ્રમાણે સંજય દત્તને ચોથા સ્ટેજનું કેન્સર છે. આ દાવો લીલાવતી હૉસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, સંજય દત્તના ફેફસાંમાં ફ્લૂઈડ (પ્રવાહી) જમા થઈ ગયું હતું, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ફ્લૂઈડને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું અને તેની બાદ જ આ વાતની પુષ્ટિ થઈ હતી.

આ પહેલા સંજય દત્તની પત્ની માન્યતા દત્તે બુધવારે (12 ઓગસ્ટ) કહ્યું હતું કે તેમના પતિ એક ફાઈટર છે. આ જ રીતે સંજૂના કો-એક્ટર રહેલા અરશદ વારસીએ પણ કહ્યું હતું કે સંજયે જિંદગીની તમામ મુશ્કેલીઓનો હસતા હસતા સામનો કર્યો છે. તે એક યૌદ્ધા છે અને જલ્દી જ તેમાંથી બચીને પાછા આવશે.

You cannot copy content of this page