Only Gujarat

Bollywood FEATURED

કરીનાએ સેલિબ્રેટ કર્યો 40મો જન્મદિવસ, પ્રેગ્નન્સીને કારણે કપડાં પહેર્યાં એકદમ ઢીલાં

મુંબઈઃ 21 સપ્ટેમ્બરે બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનનો 40 વર્ષની થઈ ગઈ છે. બેબોના 40માં બર્થડેનું સેલિબ્રેશન મોડી રાતે શરૂ થયું હતું. કરીનાની બહેન કરિશ્મા, માતા-પિતા રણધીર કપૂર અને બબીતા 12 વાગ્યાં પહેલાં તેમના ઘરે પહોંચ્યા હતાં. કોરોના કાળમાં કરીનાએ તેમના પરિવાર સાથે જ પોતાના જન્મદિવસની શરૂઆત કરી છે. આ દરમિયાન કરીનાનો મેકઅપ લુક અને તેમનો બર્થડે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પટૌડી પરિવારની વહુ અને બોલિવૂડની શાન કરીના કપૂર ખાન 40 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મ ‘રિફ્યૂઝી’થી પોતાના કરિયરની શરૂઆત કરનારી બેબોના આજે કરોડો ફેન્સ છે, જે તેમની એક ઝલક માટે પડાપડી કરે છે.

20 તારીખે રાતે 12 વાગ્યે જ કરીના કપૂર ખાને તેના બર્થડે પર સેલિબ્રેશન શરૂ કર્યું હતું. આ પહેલાં તે મુંબઈ શહેરના માર્કેટમાં સ્પોટ થઈ હતી.

કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર લેટ નાઇટ પોતાન બર્થડેના ફોટો પણ શેર કર્યાં હતાં. જેમાં બેબોની બહેન કરિશ્મા, પેરેન્ટ્સ રણધીર કપૂર અને બબીતા સાથે પતિ સૈફ અલી ખાન પણ જોવા મળી રહ્યાં છે.

આ ફોટોમાં કરાની તેના બર્થડેની કેક કાપી રહી છે. જેના પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. મોડી રાતે જ બેબોને લાખો લોકોએ જન્મદિવસ વિશ કર્યો હતો.

આ દરમિયાન કરીનાની બર્થડે કે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ કેક પર 40 લખ્યું હતું અને રેડ કલરના ડ્રેસમાં એક ડૉલ રાખવામાં આવી હતી. જેની સામે ઊભા રહી કરીનાએ ફોટો ક્લિક કરાવ્યો હતો.

કરીનાએ તેના બર્થડેના એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું. જેમાં તેમણે આટલા વર્ષનો અનુભવ પણ શેર કર્યો અને લખ્યું, ‘જેવી રીતે હું 40માં વર્ષમાં એન્ટર કરી રહી છું. હું બેસવા માગુ છું અને પ્રેમ કરવા, હસવા, માફ કરવા અને ભૂલવા અન સૌથી મહત્ત્વપૂર્ણ વાત પ્રાર્થના કરવા મને શક્તિ આપવા માટે આભાર કહેવા માગું છું. હાય! બિગ 40, આને મોટું બનાવજો’.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page