Only Gujarat

International

આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, ખરીદવામાં ભલભલાના ખિસ્સા થઈ જાય છે ખાલી

કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને કેરીને ભારતમાં રાષ્ટ્રીય ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો દેશમાં દશેરી, લેસર, લંગડા, આફૂસ, ચૌસા, નીલમ સહિત ઘણી પ્રકારી કેરીઓ થાય છે અને દુનિયામાં સૌથી વધુ કેરી ભારતના લોકો જ ખાય છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, દુનિયાની સૌથી મોંઘી કેરી ભારતમાં નથી મળતી. તેની કિંમત એટલી છે કે, ખરીદવામાં અમીરોના પણ પરસેવા છૂટી જાય. આજે અમે તમને આ કેરી વિશે જ જણાવી રહ્યા છીએ. ક્યાં મળે છે આ કેરી અને શું છે તેની કિંમત…

તાઇઓ નો તામાગો (એગ ઓફ ધ સન) નામનો કેરીનો એક પ્રકાર છે. આ કેરી મિયાજાકી પ્રાંતમાં ઉગાડવામાં આવે છે. અહીં દર વર્ષે સૌથી પહેલાં ઉગાડવામાં આવેલ આ ખાસ અને મોંઘી આ કેરીની બોલી લગાવવામાં આવે છે, જેના ભાવ આસમાને હોય છે.

આ કેરીની ખેતી સામાન્ય ખેતીની જેમ નથી થતી. માત્ર ઓર્ડરના આધારે જ તેની ખેતી કરવામાં આવે છે. આ કેરીની ખાસિયત એ છે કે, તેનો રંગ અડધો લાલ અને અડધો પીળો હોય છે. જાપાનમાં આ ખાસ કેરી ગરમી અને ઠંડીની વચ્ચેની ઋતુમાં તૈયાર કરવામાં આવે છે, એટલે તેની કિંમત ખૂબજ વધારે હોય છે.

વર્ષ 2017 માં આ કેરીની એક જોડીની બોલી લાગી હતી, જેમાં આ રેકોર્ડ કિંમત 3600 ડૉલર એટલે કે, લગભગ 2 લાખ 72 હજાર રૂપિયામાં વેચાઇ હતી. એક કેરીનું વજન 350 ગ્રામ હતું. એટલે તમે પણ વિચારી શકો છો કે, માત્ર 700 ગ્રામ કેરીની કિંમત અઢી લાખ કરતાં પણ વધુ છે તો એક કિલો કેરી ખરીદવા માટે સાડા ત્રણ લાખ રૂપિયા કરતાં પણ વધારે કિંમત ચૂકવવી પડે.

તમે વિચારતા હશો કે, આખરે એવું તો શું છે કે, આ કેરીની કિંમત આટલી વધારે છે? આ કેરીને ઉગાડવા માટે ખૂબજ વધારે સાવચેતી રાખવામાં આવે છે. જાપાની ખેડૂત દરેક કેરીને એક નાની જાળીમાં બાંધે છે, જેમાંથી સૂર્યનાં કિરણો સમાનરૂપે આખી કેરી પર પડે છે.  જેનાથી કેરીનો એકસમાન રૂબી-લાલ રંગ થાય છે. અને આ જાળી કેરીને ઝાડ પરથી નીચે પડવા પણ નથી દેતી. કેરી પાકીને તૈયાર થઈ જાય એટલે જાતે જ તૂટીને જાળીમાં લટકી રહે છે, જેને ઉતારી ઊંચા ભાવે વેચવામાં આવે છે. આ કેરી સ્વાદમાં ખૂબજ રસભરી અને સ્વાદિષ્ટ હોય છે.

You cannot copy content of this page