એક જ મંડપમાં માતા-દીકરીએ કર્યાં લગ્ન, એક બાજુ દીકરી તો બીજી બાજુ થઈ માતાની વિદાય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરમાં એક અજીબો-ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક જ મંડપમાં માતા અને દિકરી બંનેએ સાત ફેરા લીધા છે.

જણાવી દઈએ કે પિપરૌલી બ્લોક ક્ષેત્રના કુરમૌલ નિવાસી બેઈલીના પતિનું મૃત્યુ થઈ ચુક્યું છે. મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં બેઈલીએ પોતાની અને પુત્રી ઈંદૂના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવીને રાખ્યું હતું. બેઈલીના તેના દેર જગદીશ(55) અને દિકરી ઈંદૂના લગ્ન પાલી નિવાસી રાહુલ સાથે થયા.

મા-દિકરીની એક મંડપમાં લગ્ન તથા ઉંમરના આખરી પડાવમાં લગ્નને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ અનોખા વિવાહ દરમિયાન સાક્ષીના રૂપમાં બીડીઓ ડૉ. સીએસ કુશવાહા, સત્યપાલ સિંહ, રમેશ દ્વિવેદી, બૃજેશ યાદવ, રતન સિંહ, સુનીલ પાંડેય હાજર રહ્યા.

પિપરૌલી બ્લોકના ગ્રામ સભા કુરમૌલ નિવાસી 55 વર્ષના જગદીશ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે અને ઘરે રહીને ખેતી કરે છે. 55 વર્ષની ઉંમર સુધીના થવા સુધી જગદીશે લગ્ન નહોતા કર્યા અને એકલા જીવન પસાર કરી રહ્યા હતા.

મોટા ભાઈ હરિગરના લગ્ન 53 વર્ષના બેઈલી દેવી સાથે થયા હતા અને તેમના બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. બેઈલી દેવીના પતિનું મોત લગભગ 25 વર્ષ પહેલા થઈ ગયું હતું અને પોતાના બાળકોને ભણાવ્યા ગણાવ્યા બાદ બે પુત્રો અને બે પુત્રીઓના લગ્ન કરી ચુક્યા છે.