Only Gujarat

National

મંગેતરે PIના ડ્રેસમાં ફોટો મોકલ્યો અને યુવતીના પગ નીચેથી જમીન ખસકી ગઈ

છેતરપિંડીનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે લગ્નના સપના જોતી એક યુવતીના પગ નીચેથી ત્યારે જમીન ખસકી ગઈ, જ્યારે તેને ખબર પડી કે મંગેતર તો નકલી પોલીસ છે. એટલું જ નહીં યુવકે નકલી પીએસઆઈ બની યુવતીને લાલચ આપી તેની પાસેથી 8 લાખ રૂપિયા અને એક્ટિવા પણ લઈ લીધું હતું. પોતે PSI હોવાનું જણાવતા યુવકે એક વખત PIના ડ્રેસમાં મંગેતરને ફોટો મોકલ્યો હતો. જેના લીધે યુવતીને શંકા જતાં નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો. સચ્ચાઈ સામે આવતાં ખુદ યુવતી જ મંગેતરને પકડીને પોલીસમાં લઈ ગઈ હતી.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આ કેસ બન્યો છે. અહીંની વિજયનગર પોલીસે એક યુવતીની ફરિયાદના આધારે આરોપી રાજવીર સોલંકી સામે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. પીડિત યુવતીએ જણાવ્યું હતું કે રાજવીર સોલંકી પોતાને પોલીસનો અંડર કવર અધિકારી ગણાવી મળ્યો હતો. બાદમાં દોસ્તી ધીમે ધીમે લગ્નના વાત સુધી પહોંચી હતી અને બંને સગાઈ કરી લીધી હતી. આગામ વર્ષે 9 મે, 2022ના રોજ લગ્ન પણ થવાના હતા.

યુવતી મળવાનું કહેતી તો બિઝી હોવાના બહાના કાઢતો
પીડિતાએ જણાવ્યું હતું કે 28 જૂન, 2019ના રોજ સિમરોલ રહેતાં રવિ સોલંકી ઉર્ફે રાજવીર તેની સગાઈ થઈ હતી. બંનેનો સંબંધ પીડિતાનતા માસીના દીકરાના માધ્યમથી નક્કી થયો હતો. રાજવીર સોલંકીએ તે સમયે પોતાને મધ્યપ્રદેશ પોલીસમાં PSI હોવાનું કહ્યું હતું. થોડા સમય બાદ પીડિતાએ રાજવીરને તેની ઓફિસમાં મળવાની વાત કરી હતી, જે સમયે રાજવીર ડરી ગયો હતો. પોતે બિઝી હોવાનું બહાનું કાઢી ઓફિસમાં મળવાની ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે યુવતી મળવાની વાત કરતી ત્યારે તે બહાના કાઢ્યા રાખતો હતો.

આવી રીતે ગઈ શંકા
પીડિતાના કહેવા મુજબ સગાઈ વખતે રાજવીરે PSIનો ડ્રેસ અને આઈકાર્ડ પરિવારજનોને દેખાડ્યું હતું. થોડા સમય બાદ તેણે PIના ડ્રેસમાં પીડિતાને ફોટો મોકલ્યો હતો. જ્યારે આ પહેલાં પોતે PSI હોવાનું કહેતો હતો. જેનાથી યુવતીને શંકા ગઈ હતી. જેથી તેણે નાના ભાઈને રાજવીર સોલંકીની જાણકારી મેળવવાનું કહ્યું. પીડિતાનો ભાઈ ચંદીગઢમાં આઈટી કંપનીમાં એન્જિનિયર હતો. તેણે એસપી ઓફિસ જઈને મોબાઈલ પર આઈડી કાર્ડ દેખાડી અને જાણકારી માંગી હતી. ત્યાં ખબર પડી હતી કે આ નામનો કોઈ PSI જિલ્લામાં ડ્યૂટી પર જ નથી.

લગ્નની તૈયારીઓ પણ થઈ ગઈ હતી
પીડિતાએ જણાવ્યું હતું કે આગામી વર્ષ 9 મે, 2022ના રોજ બંનેના લગ્ન હતા. પરિવારજનોએ ગાર્ડન પણ બૂક કરાવી લીધો હતો. દહેદનો સામાન પણ ખરીદી લીધો હતો. ઘરેણા પણ લઈ લીધા હતા.

માતાપિતા પણ દીકરો પોલીસ અધિકારી હોવાનું કહેતા
રાજવીરના માતા-પિતા પણ સિમરોલ ગામમાં દીકરો પોલીસ અધિકારી હોવાનું કહેતા હતા. રાજવીર સહિત બે ભાઈ અને બે બહેન છે. પોલીસે આરોપી સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. પોલીસના કહેવા મુજબ રાજવીર ગામમાં પોતાને પોલીસ અધિકારી બતાવી લોકોને છેતરતો હતો. વાસ્તવમાં તે કોઈ કામ કરતો નહોતો.

You cannot copy content of this page