Only Gujarat

National

પતિના મિત્ર સાથે મળી ગઈ આંખ અને ભર્યું હીચકારું પગલું, હચમચાવી મૂકતો બનાવ

ચંદીગઢ: પોતાની પત્નીના સપના પુરા કરવામાં પતિએ કોઈ કસર ન છોડી. પત્ની ટીચર બનવા માંગતી હતી. પતિએ તેના અભ્યાસની વ્યવસ્થા કરી. પરંતુ બીએડના અભ્યાસ માટે કૉલેજ જતા સમયે પત્નીનો કોઈ સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે પતિને તેની ખબર પડી તો, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. સૌથી ચોંકાવનારી વાત, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને રસ્તમાંથી જ હટાવી દીધો. મૃતક પ્રદીપ સાંગવાનની હત્યાના આરોપમાં તેની પત્ની મોનિકા દેવી અને પ્રેમી જયબીર સિંહની 21 એપ્રિલે ધરપકડ કરવામાં આવી છે. ઘટના 10 એપ્રિલે બની. આરોપી જયબીર પણ શિક્ષક છે.

આ કિસ્સો હરિયાણાનાચરખી દાદરીનો છે. પોલીસના જણાવ્યા મુજબ જયબીર અને મૃતક પ્રદીપ મિત્રો હતા. મોનિકાનું પિયર ઝઝ્ઝર જિલ્લાનું ગામ છપારમાં છે. મહિલાએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા તે બીએડ કરી રહી હતી, આ દરમિયાન તેની મુલાકાત કુરુક્ષેત્રમાં જયબીર સાથે થઈ હતી. તેની જાણકારી પ્રદીપને મળી ગઈ હતી. જેને લઈને ઘરમાં ઝઘડા થવા લાગ્યા હતા.

મોનિકાએ જણાવ્યું કે તેણે જયબીર સાથે મળીને પ્રદીપને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું. 10 એપ્રિલને તેણે બહાનાથી પ્રદીપને જયબીરના ઘરમાં મોકલી દીધો. જયબીરે ષડયંત્રન અંતર્ગત પ્રદીપના જ્યૂસમાં ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી. જે બાદ આરોપી પ્રદીપને પોતાની કારમાં બેસાડીને ફેરવતો રહ્યો. થોડી વાર બાદ પ્રદીપને કોઈ ઈન્જેક્શન આપી દીધું. પછી માથા પર ઘા મારીને ઈજા પહોંચાડવામાં આવી. જેનાથી પ્રદીપ મરી ગયો.

મોનિકાએ જણાવ્યું કે તે બાદ રોડ એક્સીડેન્ટનું બહારનું કરીને પ્રદીપને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં પોસ્ટ મોર્ટમમાં બધો ખુલાસો થઈ ગયો.

You cannot copy content of this page