Only Gujarat

FEATURED National

ખેડૂતના એક નિર્ણયે બદલ્યું જીવન, આ રીતે કરી રહ્યો છે લાખોમાં કમાણી, આખા દેશમાં ચર્ચા

ભોપાલ: સામાન્ય રીતે ખેડૂત પોતાની પરંપરાગત ખેતીમાં જ વિશ્વાસ રાખે છે, પરંતુ મધ્ય પ્રદેશના એક ખેડૂતે પરંપરાગત ખેતીથી હટકે કરવાનો વિચાર કર્યો અને પછી તેનું ભાગ્ય જ બદલાઈ ગયું. તેને હવે પોતાના પાક કરતા 4 ગણી વધુ કિંમત મળી રહી છે.

ધાર જિલ્લામાં સિરસૌદાના ખેડૂત વિનોદ ચૌહાણે પોતાની 20 વીઘા જમીનમાં કાળા ઘઉંની ખેતીનો નિર્ણય કર્યો. જ્યારે પાક તૈયાર થયો વિનોદ જાણે સાતમા આસમાને હોય તેવું તેને લાગ્યું. કારણ કે વિનોદને દૂર-દૂરથી આ દુર્લભ કાળા ઘઉં ખરીદવા માટે 12 રાજ્યોમાંથી ઓફર મળી રહી હતી. સિરસૌદાના ખેડૂત ઘણો ખુશ હોવાની સાથે-સાથે ઘઉંની ખેતી મામલે ખેડૂતોને કંઈ નવું કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે.

વાસ્તવમાં વિનોદ ચૌહાણે પોતાની 20 વીઘા જમીનમાં 5 ક્વિન્ટલ ઘઉંની વાવણી કરી હતી, જેનાથી 200 ક્વિન્ટલ કાળા ઘઉંની આવક થઈ. આ રીતે સાધારણ ઘઉં કરતા 4 ગણો ફાયદો થયો. આ ઘઉં સામાન્ય ઘઉં કરતા વધુ પૌષ્ટિક અને બીમારી સામે લડવા મદદરૂપ થાય છે. જેમાં આયરન પણ વધુ પ્રમાણમાં હોય છે.

આ અંગે વિનોદ ચૌહાણે કહ્યું કે, ‘20 વીઘામાં 25 હજાર રૂપિયાનું જોખમ લીધું. જો હું સામાન્ય ઘઉંની ખેતી કરતો 25 હજારનો ખર્ચ ઓછો થતો અને કાળા ઘઉંમાં તે ખર્ચ થયો. કાળા ઘઉંમાં ઔષધીય ગુણધર્મો વઘારે છે, આ ઘઉં કેન્સર, બ્લડ પ્રેશર, મેદસ્વીતા, ડાયાબિટીઝના દર્દીઓ માટે લાભદાયી છે.’ વિનોદને સોશિયલ મીડિયાના કારણે ઘણા ફોન આવી રહ્યાં છે. કાળા ઘઉંનો પ્રચાર-પ્રસાર સારો થયો છે અને તેને ઓછામાં ઓછા 12 રાજ્યથી ફોન આવી રહ્યાં છે, જ્યાંના ખેડૂતો પણ આ ઘઉંની ખેતી કરવાની યોજના બનાવી રહ્યાં છે.

આ ઘઉંની વાત કરીએ તેની કિંમત સામાન્ય ઘઉં કરતા 7-8 હજાર રૂપિયા વધુ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે સરળતાથી મેળવી શકાય છે. જ્યારે સામાન્ય ઘઉંનો ભાવ 2 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે. આ રીતે સામાન્ય ઘઉંની સરખામણીએ 4 ગણી વધુ કિંમત વિનોદને મળી રહી છે. ખેતીના નિષ્ણાંત આર.એલ.જામરેએ કહ્યું કે,‘ગત વર્ષે પણ અમુક ખેડૂતોએ કાળા ઘઉંની ખેતી કરી હતી. આ વર્ષે અહીં ઘણા ખેડૂતોએ કાળા ઘઉંની ખેતી કરી.

આ ઘઉં અમારી વિભાગીય પ્રક્રિયામાં તો હાલ નથી આવી પરંતુ જે ખેડૂતોએ આ ઘઉંની ખેતી કરી છે તેમને સારા પરિણામો મળ્યા છે. એવું કહેવાય છે કે ડાયાબિટીઝના દર્દી માટે આ ઘઉં લાભદાયી છે. આ ઘઉં પાચનમાં સરળ છે અને તેનો સ્વાદ શરબતી ઘઉં જેવો છે.’

You cannot copy content of this page