Only Gujarat

FEATURED National

પ્રેમિકાને દગો આપીને બીજી યુવતી સાથે લગ્ન કરવા નીકળ્યો યુવક પણ……

અમૃતસર: પંજાબના મોગામાં કર્ફ્યુ વચ્ચે એક અનોખી કહાની સામે આવી છે. એક યુવક પ્રેમિકાની આંખોમાં ધૂળ ફેંકી અન્ય જગ્યાએ લગ્ન કરવા નીકળ્યો હતો. આ અંગે યુવકે અનેક સપના પણ જોઈ લીધા અને પોતાની કાર પણ ફૂલથી સજાવી જાન લઈને નીકળી પણ ગયો હતો પરંતુ છેલ્લી ઘડીએ પ્રેમિકાની એન્ટ્રી થઈ અને કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો હતો.

જે વિસ્તારમાં યુવક સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો ત્યાંજ તેની ઇજ્જતના કાંકરા થઇ ગયા. બન્યુ એવું કે રસ્તા વચ્ચે ફૂલોથી સજાવેલી કાર બંધ થઇ ગઇ અને આ દરમિયાન તેની પ્રેમિકા આવી ચઢી. બાદમાં હોબાળો થતા પોલીસ ટીમ દોડી આવી અને પ્રેમી-પ્રેમિકાને ગુરુદ્વારા લઇ જવામાં આવ્યા અને પતિ-પત્ની બનાવ્યા.

પ્રાપ્ત વિગત પ્રમાણે મોગાના સંત નગરમાં રહેતી જસપ્રીત કૌરનો પતિ લગ્નના છ મહિના બાદ પ્રવાસી મહિલાને ભગાડીને લઇ ગયો. બીજા લગ્ન મોગાના સૂરજ નગરમાં રહેતા ગૌરવ સાથે થયા. લગ્નના એક વર્ષ બાદ તેનો પતિ કોઇ ડાંસરના પ્રેમજાળમાં ફસાઇને ભાગી ગયો. તેની એક દીકરી પણ છે. ત્યારબાદ તે મોગા લુધિયાના રોડ સ્થિત આઇકન હાઇટ્સ આરકે સિટીમાં લોકોના ઘરમાં સાફ-સફાઇનું કામ કરતી હતી. જ્યારે ખોસા રણધીરનો જગસીર સિંહ આ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો.

જગસીર અને જસપ્રીત વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા અને બંને લગ્ન કરવાના હતા. બંનેના પરિવારજનોએ મંજુરી પણ આપી દીધી હતી. જગસીર અનેક દિવસથી જસપ્રીત સાથે જ રહેતો હતો. અચાનક 13 એપ્રિલે તે પોતાનો સામાન અને કપડા એવું કહીને લઇ ગયો કે ત્રણ-ચાર દિવસ બાદ ઘરે રહેવા આવી જશે.

યુવતી જસપ્રીત કૌરનું કહેવું છે કે પહેલા પાંચ માર્ચે લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ થયા નહીં. બાદમા 15 માર્ચનો દિવસ નક્કી થયો ત્યારે પણ જગસીરે બહાનું બનાવી લગ્ન ટાળી દીધા. આવું ત્રણથી ચાર વખત થયું અને લગ્ન પાંચ મે સુધી ટળી ગયા.

બુધવારે 15 તારીખે જગસીર કોઇ અન્ય યુવતી સાથે લગ્ન કરવા માટે કોટકપુરા જાન લઇને જઇ રહ્યો હતો પરંતુ આ દરમિયાન જસપ્રીત કૌર સોસાયટીમાં કામ કરી સ્કૂટી લઇને પરત આવી રહી હતી. તે હાઇવે પર પહોંચી તો ત્યાં ફૂલથી સજાવેલી એક કાર ઉભી હતી અને દુલ્હો કારની બહાર ઉભો હતો. આ દુલ્હો બીજું કોઇ નહીં પરંતુ જગસરી હતો. તુરંત જસપ્રીતે હાઇવે પર જગસીરનો ઉધળો લઇ લીધો અને પરિવારજનોને જાણ કરી. બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટે્શન પહોંચ્યો. પોલીસે બંને પક્ષે સમાધાન કરાવી ગુરુદ્વારામાં જસપ્રીત અને જગસીરના લગ્ન કરાવી આપ્યા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page