Only Gujarat

National

છોકરીઓનાં કપડાં પહેરીને ડાન્સ કરવાનો હતો શોખ, છોકરાએ આ રીતે પૂરો કર્યો શોખ

જોધપુરનાં જાણીતા સ્ટેજ ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ કરનારા દિપક ડાન્સર હવે દીપિકાના નામથી જાણીતો છે. તેણે હાલમાં જ પોતાનું લિંગ પરિવર્તન કરાવીને પોતાનું જીવન નવેસરથી જીવવા માટે વિચાર્યું છે. દિપક ડાન્સરે આ પહેલા ઘણા સ્ટેજ શો, કલ્ચરલ પ્રોગ્રામ્સ, ઓર્કેસ્ટ્રા, લગ્ન-પાર્ટી અને અન્ય ઘણા કાર્યક્રમો કર્યા છે. તેણે જણાવ્યુ હતુકે,ઘણા દિવસોથી તેના મનમાં જેન્ડર બદલવાની ઇચ્છા હતી અને તાજેતરમાં જ તેણે દિલ્હીથી લિંગ પરિવર્તન કરાવ્યુ હતુ. તે હવે સંપૂર્ણ મહિલા બની ચૂકી છે.

જેન્ડર પરિવર્તન કરાવીને પાછા આવતાંની સાથે જ તેણીએ ગીતાંજલિ સોની પાસે તેનો મેકઅપ કરાવ્યો હતો. સુમન પ્રજાપત દ્વારા ડ્રેસ અને જ્વેલરી મેક અપ કરાવ્યુ છે. બાદમાં તે દિપક ડાન્સર નહી એક નવી મોડલ દિપીકાના રૂપમાં દુનિયાની સામે આવી છે.

છોકરીઓના કપડા પહેરીને સ્ટેજ પર ડાન્સ કરવાની તેની બાળપણની આદતને કારણે જોધપુરના દિપકને વિચાર આવ્યો હતો કે, જો તે ખરેખર છોકરી હોત તો કેવું રહેતું.આ વિચાર કરતાં કરતાં જ દિપક મોટો થયો હતો. અને જોધપુરનો જાણીતો મારવાડી ડાન્સર બની ગયો પરંતુ કેના મનમાં તો છોકરી બનવાની ઈચ્છા યથાવત જ રહી હતી, અને દિવસ જતાં તે વધતી ગઈ હતી.

આખરે, દીપકે લોકડાઉન પહેલા જ દીપિકા બનવાનું નક્કી કર્યું હતું અને સેક્સ બદલવા માટે દિલ્હીમાં સર્જરી કરાવી હતી. હાલના સમયમાં સેક્સ ચેંજ કરાવવું તે પણ એક અલગ ટ્રેન્ડ બની ગયો છે.

દીપક મારવાડીએ 3 મહિના પહેલા દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવીને પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યુ અને હવે તે ખૂબ જ ખુશ છે. દીપિકા બનેલાં દિપકે જણાવ્યુ હતુકે, તે નાનપણથી જ છોકરીઓનાં ડ્રેસ પહેરીને ડાન્સ કરતો હતો અને તેને છોકરીઓના ડ્રેસ પહેરવાનું ઘણું પસંદ હતુ, સાથે સાથે જોધપુર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી સ્થાનિક સ્ટેજ પર મારવાડી ગીતોના પરફોર્મેન્સની સાથે લોકોનું મનોરંજન પણ કરતો હતો. પરંતુ હવે તે દીપિકા મારવાડી બનીને ડાન્સનાં ક્ષેત્રમાં આગળ બોલીવુડમાં જવા માંગે છે.

જોધપુરના સ્થાનિક ડાન્સર દીપક મારવાડીએ પણ અલગ-અલગ સ્થળોએ પરફોર્મન્સ આપીને અનેક પ્રશંસાપત્ર મેળવ્યા છે. રાજકારણીઓની વાત કરીએ તો, દિપક ડાન્સરે જોધપુરના કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, મેયર ઘનશ્યામ ઓઝા, શહેરના ઘણા ધારાસભ્યો સહિત ઘણા મોટા નેતાઓના હાથે એવોર્ડ મેળવ્યા છે.

 

You cannot copy content of this page