Only Gujarat

International

પુરાતત્વવિદોએ એવી સંસ્કૃતિ શોધી, જેની ભવિષ્યવાણી, કેલેન્ડર રહ્યા છે ચર્ચામાં

એક એવી સંસ્કૃતિ જેની દરેક ભવિષ્યવાણી, કેલેન્ડર અને પિરામિડ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. પુરાતત્ત્વવિદોએ હવે આ જ સંસ્કૃતિનું સૌથી પ્રાચીન અને સૌથી મોટું સ્મારક શોધ્યુ છે. આ સ્મારક એક ઉંચુ ઉઠેલું પ્લેટફોર્મ છે જે લગભગ 1.4 કિલોમીટર લાંબું છે. ચાલો જાણીએ તેના વિશે…

માયા સંસ્કૃતિનાં યુગ દરમિયાન બનેલા આ સ્મારકને અગુઆડા ફેનિક્સ (Aguada Fenix) કહેવામાં આવે છે. પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ, મેક્સિકોમાં મળેલું આ સ્મારક 1000 બી.સી. માં બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક દક્ષિણ-પૂર્વ મેક્સિકોનાં તબાસ્કો રાજ્યમાં છે. માયા સભ્યતા તેના કેલેન્ડર્સ અને સીડીદાર પિરામિડ માટે જાણીતી છે. એવું પણ માનવામાં આવે છે કે માયા સંસ્કૃતિના લોકોએ અમેરિકા અને યુરોપિયન દેશોમાં ઘણા મોટા શહેરો બનાવ્યાં હતાં.

માયા સંસ્કૃતિના વિદ્વાનોને પણ અંતરિક્ષ વિજ્ઞાનનું પણ જ્ઞાન હતું. પરંતુ આ આખી સંસ્કૃતિનો અંત લગભગ 800 એ.ડી.ની આસપાસ થઈ ગયો હતો. આ સંસ્કૃતિના કેલેન્ડર મુજબ, 2012માં પૃથ્વી પર પ્રલયની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ટકસન સ્થિત યુનિવર્સિટી ઓફ એરિઝોનાની ડેનિએલા ત્રિયાદાન અને તેના સાથીઓએ લિડાર(Lidar) ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીન પર મળેલા આ સ્મારકનો 3 ડી નકશો તૈયાર કર્યો છે. જણાવી દઈએ કે ભારતમાં પણ લિડાર (LIDAR) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આખી ગંગા નદીનો 3ડી નકશો બનાવવામાં આવી રહ્યો છે.

ડેનિએલા ત્રિયાદાન અને તેના સાથીદારોએ સ્મારકની આસપાસ 21 એવી જગ્યાઓ મળી છે જ્યાં માયા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ડેનિએલાની ટીમ આ અવશેષોના ખનનનાં કામમાં રોકાયેલાં છે. અગુઆડા ફેનિક્સ લગભગ 1413 મીટર લાંબી, 399 મીટર પહોળી અને 10 થી 15 મીટર ઉંચી છે. તેની ચારે બાજુ નાના-નાના બાંધકામો છે. પાણીના સંગ્રહ કરવાનાં સ્રોત, રસ્તાઓ અને કેટલાક ઉંચા પ્લેટફોર્મ શામેલ છે.

ડેનીએલાએ કહ્યું કે જ્યારે તમે આ સ્થળો ઉપર ચાલશો, ત્યારે તમને સામાન્ય જમીન પર ચાલવા જેવું અનુભવાશે, પરંતુ લિડાર ટેક્નોલોજી દ્વારા અમને તેની સચ્ચાઈની જાણ થઈ હતી. ડેનીએલાએ કહ્યું કે માયા સંસ્કૃતિ દરમિયાન અગુઆડા ફેનિક્સ બનાવવાનું એક મોટું કાર્ય રહ્યું હશે. તેને બનાવવા માટે લગભગ 3.2 થી 4.3 મિલિયન ક્યૂબિક મીટર જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અગુઆડા ફેનિક્સનાં નિર્માણની રીતને જોઈને લાગે છેકે, તે સમયે સમાનતાવાદનો યુગ હશે. એટલે તે સમયે દરેક લોકો સમાન હતા. ત્યાં કોઈ નાનો કે મોટો, ધનિક કે ગરીબ ન હોતો. અગુઆડા ફેનિક્સને જોતાં, એવું લાગે છે કે કોઈ પૈસાદાર શક્તિએ તે બનાવી નથી. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર સામુદાયિક જમાવડો થતો હશે. કારણ કે તે ચારે બાજુથી ખુલ્લી છે.

You cannot copy content of this page