Only Gujarat

National

બેડ પર સાપ સાથે રજાઈ ઓઢી ઉગ્યો હતો યુવાન ને પછી જે થયું એ જોવા જેવું હતું

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં તાજેતરમાં જ એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં એક યુવાન રાત્રે પાંચ ફૂટ લાંબા કોબરા સાપ સાથે સૂઈ ગયો હતો, જોકે યુવાનનાં નસીબ સારાં હતાં કે, સાપ તેને કરડ્યો નહીં, નહીંતર તેનો જીવ પણ જઈ શકતો હતો. આ ઘટના સાગર જિલ્લાના સિરોંજની છે. અહીં પેટ્રોલ પંપની પાસે એક ઓરડામાં મંગળવારે રાત્રે યુવાન હરગોવિંદ પ્રજાપતિ સૂઈ રહ્યો હતો. રાત્રે લગભગ દોઢ વાગે ઠંડીથી બચવા માટે એક કોબરા તેની રજાઈમાં ઘૂસ્યો.

રાત્રે લગભગ દોઢ વાગે અચાનક ગલી થતાં તે જાગી ગયો અને ઓરડાની લાઈટ ચાલું કરી તો, જે જોયું તેનાથી તેના હોશ ઊડી ગયા. હરગોવિંદના બેડ પર પાંચ ફૂટ લાંબો કોબરા આરામથી ફેલાઈને બેઠો હતો. અચાનક જ ડરીને યુવાને તેને રજાઈ સાથે બેડ પરથી ફેંક્યો અને ઓરડાને બંધ કરી બહાર નીકળી ગયો. બુધવારે સવારે યુવાને સર્પ વિશેષજ્ઞ અકીલ બાબાને સાપ અંગે જણાવ્યું અને તેમણે એ ઓરડામાંથો કોબરા પ્રજાતિનો સાપ પકડ્યો.

યુવાને સોશિયલ મીડિયા પર ચર્ચામાં જણાવ્યું કે, તે સાગરમાં જ્ઞાનસાગર કૉલેજની કેન્ટિનમાં કામ કરે છે અને સિરોંજામાં એક ભાડાની ઓરડીમાં રહે છે. સોમવારે તે તેની સાસરીમાંથી પાછો ફર્યો હતો. રાત્રે ઓરડાની સાફસફાઈ પણ કરી હતી, પરંતુ કઈં નહોંતુ. તે રાત્રે લગભગ 10:30 વાગે સૂવા ગયો હતો. હરગોવિંદે જણાવ્યું કે, મને રાત્રે રજાઈમાં કઈં હોવાનું અનુભવાયો અને ગલી થવા લાગી. મેં લાઈટ ચાલું કરીને જોયું તો રજાઈમાં સાપ હતો, જેને જોઈને હું ગભરાઈ ગયો. સાપે ફેણ ચઢાવેલું હતું.

જમીન પર પડતાં જ તે ફૂંફાડા મારવા લાગ્યો અને પલંગની આસપાસ આંટા મારવા લાગ્યો. થોડીવાર પછી શાંત પડીને પલંગની નીચે ઘુસી ગયો. તે ગયો એવો જ હું ઘરની બહાર નીકળી ગયો અને બાજુમાં જ રહેતા મારા મામા રામચરણ પ્રજાપતિના ઘરે જતો રહ્યો. સાપ બહુ લાંબો હતો. જેને જોઈને તો એવું જ લાગ્યું કે, આજે બચવું મુશ્કેલ છે, પરંતુ પલંગ પર સૂવાના કારણે બચી ગયો.

હરગોવિંદે જણાવ્યું કે, તેની મામીએ ઓરડા પાસે લગભગ ત્રણ દિવસ પહેલાં સાપ જોયો હતો અને તેની માહિતી પણ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સાપ ક્યાંય દેખાયો નહોંતો. મેં રાત્રે સૂતાં પહેલાં બેડ સાફ કર્યો હતો. તે સમયે કઈં નહોંતું. કદાચ સાપ મોડી રાત્રે ઓરડામાં ઘૂસ્યો હશે અને પલંગ પર ચઢીને રજાઈમાં ઘૂસી ગયો હશે. મારી પત્ની અને બાળકો સૌ પિયરમાં છે, નહીંતર કઈંક દુર્ઘટના થઈ જાત.

તો સ્નેક કેચર અકીલ બાબાએ જણાવ્યું કે, સાપ કોબરા પ્રજાતિનો છે. જો તે યુવાનને ડસી લેત તો તેનાથી તેનું મૃત્યુ થઈ શકત. સૂચના મળતાં જ સિરોંજા જઈને તેને પકડી લેવામાં આવ્યો છે અને તેને જંગલમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યો છે.

You cannot copy content of this page