દીકરા હોય તો આવા.. પપ્પાની આંખ પર પટ્ટી બાંધીને લઈ ગયા ને પછી….

રોયલ એનફિલ્ડ એટલે કે, બુલેટ બાઇક સાથે દરેક જનરેશનની યાદો જોડાયેલી છે. આ બાઇક હજારો બાઇકની વચ્ચે એક જ નજરે ઓળખાઈ જાય છે. કંપનીએ પણ સમયની સાથે આ બાઇકમાં ઘણાં ફેરફાર કર્યા છે. એટલે જ આ બાઇક વર્ષોથી લોકોની ખાસ પસંદ હોય છે. જોકે, વર્ષ 2018માં એક ભાવુક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે ભાઈએ ભેગા થઈને તેમના પિતાને રોયલ એનફિલ્ડ એટલે કે બુલેટ બાઇક સરપ્રાઇઝ ગિફ્ટમાં આપી હતી.


પિતાને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માટે બંને ભાઈ પહેલાં તેમના પિતાની ઓફિસે આવ્યા હતા. આ પછી તેમના પિતાની આંખો પર પાટો બાંધી દીધો હતો. બીજો દીકરો તેમના પિતાના હાથ પકડીને ઓફિસની બહાર લાવ્યો હતો અને રોયલ એનફિલ્ડ બાઈક પાસે જઈને ઊભા રહી ગયા હતા.


આ પછી બંને ભાઈની માતા ત્યાં આવે છે અને તેમના પિતાના આંખ પરથી પાટો હટાવી દે છે. પિતાની આંખ પરથી પાટો હટાવતાં જ તેમને નવી નક્કોર રોયલ એનફિલ્ડ બાઇક દેખાય છે અને તે દીકરાઓએ આપેલી આ ભેટથી રાજી થઈ જાય છે. આ પછી તેમનો દીકરો રોયલ એનફિલ્ડની ચાવી આપે છે.


પિતા તેમના બંને બાળકોને ગળે લગાડે છે અને પિતાને ખુશ જોઈને એક દીકરો રડવા લાગે છે. થોડીકવાર પછી પિતા તેમના બાઇક પર હાથ અજમાવે છે. રોયલ એનફિલ્ડ બાઇકની શરૂઆત વર્ષ 1901માં એનફિલ્ડ સાઇકલ કંપનીએ કરી હતી. આ બાઇક આપણા દેશમાં આઝાદી પહેલાંથી છે અને આજે પણ તેના સિમ્પલ ડિઝાઈન અને રેટ્રો અપીલને લીધે ખૂબ જ ફૅમસ છે.


આ બાઇકની સારી વાત એ છે કે, તે ઘણી જનરેશનથી માર્કેટમાં ટકેલી છે. આજે પણ ઘણાં લોકોની ઇચ્છા છે કે, તે આ બાઇકના માલિક બને. આ કારણે જ રોયલ એનફિલ્ડ સાથે ઘણાં લોકોની ભાવના જોડાયેલી છે.