Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડમાં સાસુ-વહુને કેવું જામે છે? ઐશ્વર્યાના સાસુમા જયા સાથે છે કેવા સંબંધો?

મુંબઈઃ સાસુ-વહુના ઝઘડા સામાન્ય જિંદગીનો એક ભાગ બની ગયો છે પણ આ બાબતે બોલિવૂડના સ્ટાર્સ સૌથી અલગ તરી આવે છે. બોલિવૂડ સેલેબ્સ તેમની સાસુમા સાથે સારું બોન્ડિંગ શેર કરે છે. જોકે, આ એક્ટ્રસ સાથે તેમની સાસુ ખૂબ જ ખાસ અવસર પર જ જોવા મળે છે. બોલિવૂડમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનની જોડી પણ ખૂબ જ ખાસ જોડી છે. તો, અમે તમને કેટલીક બોલિવૂડ એક્ટ્રસના તેમના સાસુ સાથેના બોન્ડિંગ વિશે જણાવીએ.

ઐશ્વર્યા રાય બચ્ચન
વર્ષ 2010માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન જયા બચ્ચને રેડ કલરની સાડી પહેરી હતી, જેમાં આવતાં વર્ષે દુર્ગા પૂજાના અવસરે ઐશ્વર્યાએ પણ પહેરી હતી. જયા બચ્ચન હંમેશા તેમની વહુ ઐશ્વર્યાનો પક્ષ લે છે અને ડિફેન્સ કરતી રહે છે. જયા બચ્ચન ઐશ્વર્યા વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળતા નથી. એકવાર કોઈ પાર્ટીમાં જયા બચ્ચન અને ઐશ્વર્યા સાથે ગયા હતાં.

ત્યારે કોઈ ફોટોગ્રાફરે ઐશ્વર્યાને ‘એશ.. એશ..’ કહી બોલાવી હતી. જેના પર જયા બચ્ચન તે ફોટોગ્રાફર પર ભડકી ગઈ અને કહ્યું કે, ‘કેમ એશ.. એશ.. કહી બોલાવી રહ્યા છો, ઐશ્વર્યાજી અથવા મિસેસ બચ્ચન કહો..’ ઐશ્વર્યા રાય બચ્ચન તેમની સાસુ જયા બચ્ચન સાથે અનેકવાર જોવા મળી છે. ઐશ્વર્યા અને તેમની સાસુ જયા બચ્ચનના સંબંધ વિશે અનેકવાર સમાચાર સામે આવતાં રહે છે. પણ, બંને એકબીજા સાથે હંમેશા સારું બોન્ડિંગ શેર કરે છે.

કાજોલ
કાજોલ અને તેમની સાસુ વીના દેવગન વચ્ચે પણ સારું બોન્ડિંગ છે. ફિલ્મ ‘દિલવાલે’ના શૂટિંગ દરમિયાન કાજોલ જ્યારે બુલ્ગારિયામાં હતી ત્યારે અજય દેવગનની માએ કાજોલના દીકરા યુગ અને ન્યાસાનું ધ્યાન રાખ્યું હતું. કાજોલ જ્યારે પણ શૂટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે તેમના સાસુ બાળકોનું ધ્યાન રાખે છે.

રાની મુખર્જી
રાની મુખર્જી અને તેમની સાસુ પામેલા ચોપડાં વચ્ચે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. રાની મુખર્જીના જણાવ્યા મુજબ, ‘પામેલા ચોપડા ખૂબ જ સારી મહિલા છે, મારા પતિ આદિત્ય આજે જે કાંઈ છે તે તેમના લીધે છે અને તેમણે આદિત્યને જે રીતે મોટો કર્યો છે, તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેમણે આદિત્યને સારા સંસ્કાર આપ્યા છે અને તે માટે તેમનો હું આભાર માનું છું.’

કરીના કપૂર ખાન
કરીના કપૂરનું પણ તેમની સાસુ શર્મિલા ટાગોર સાથએ સારું બોન્ડિંગ છે. પોપ્યુલર રેડિયો ચેટ શૉ વ્હૉટ વુમન વાંટમાં કરીના કપૂર ખાને તેમની સાસુ શર્મિલા ટાગોરને પૂછ્યું હતું કે, દીકરી અને સાસુમાં શું ફરક છે? જેના જવાબમાં શર્મિલા ટાગોરે કહ્યું કે, ‘દીકરી તે હોય છે જે તમારી સાથે મોટી થઈ હોય છે, તેનાં સ્વભાવ વિશે તમે જાણો છો, તમે જાણો છો કે તે ક્યારે ગુસ્સે થશે અને તેની સાથે કેવું વર્તન કરવાનું છે. જ્યારે તમે વહુને મળો છો ત્યારે તે પહેલા મોટી થઈ ગઈ હોય છે અને તમે નથી જાણતાં કે તેનો સ્વભાવ કેવો છે એટલે તેને સમજવામાં થોડો સમય લાગે છે, જ્યારે કોઈ નવી દીકરી તમારા ઘરે આવે ત્યારે તમારે તેમનું સ્વાગત કરવું અને તેની સાથે કમ્ફર્ટેબલ રહેવું.’

સોનમ કપૂર આહુજા
સોનમ કપૂર આહૂજાનું પણ તેની સાસુ બીના આહૂજા સાથે સારું બોન્ડિંગ છે. સોનમે તેની સાસુ વિશે કહ્યું હતું કે, ‘હું મારી સાસુને મા કહેવાનું પસંદ કરું છું. તેમના બે સંતાન છે અને મને તે ત્રીજા સંતાનની જેવી રીતે માને છે. મા હોવાની સાથે – સાથે તે મારી મિત્ર પણ છે. તેમને કોઈ દીકરી નથી, એટલા માટે તે કહે છે કે, મને તારામાં દીકરી દેખાય છે. મારું માનવું છે કે, દરેકે મારી જેમ નસીબદાર હોવું જોઈએ.’

જૂહી ચાવલા
જૂહી ચાવલાનું પણ તેમની સાસુ સાથે સારું બોન્ડિંગ છે. જૂહી ચાવલા તેમના સાસુ વિશે કહે છે કે, ‘મારી મેરિડ લાઇફની શરૂઆતમાં જ્યારે શૂટ પર બહાર હોવ ત્યારે મારા સાસુ બાળકોને લઈ યુગાંડા જતા રહેતા હતા. કેમ કે, તે શાંતિથી શૂટિંગ કરી શકે.’

સોનાલી બેન્દ્રે
ફિલ્મ ‘હમ સાથ – સાથ હૈ’ ફેમ એક્ટ્રસ સોનાલી બેન્દ્રેનું પણ તેમની સાસુ સાથે સારું બોન્ડિંગ છએ અને તે પણ રિઅલ લાઇફમાં એક સારી વહુ છે. સોનાલી બેન્દ્રે તેમની સાસુ મધુ બહલને પોતાની મા માને છે અને અનેક ખાસ અવસરે તેમની સાથે જોવા મળે છે.

જેનેલિયા ડિસૂજા દેશમુખ
એક્ટર રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂજાનું પણ તેમની સાસુ વૈશાલી દેશમુખ સાથે ક્લોઝ બોન્ડિંગ છે. અનેક ખાસ અવસરે તે તેમની સાસુ સાથે જોવા મળે છે. એટલું જ નહીં પાર્ટીઓમાં પણ જેનેલિયા અને તેમની સાસુ એકબીજા સાથે જોવા મળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page