Only Gujarat

National TOP STORIES

ઘરમાં એક બાજુ પડી હતી પિતાની અર્થી ને પુત્રે કર્યાં લગ્ન અને લાવ્યો વહુ

જીવન એટલે કે ચલતી કા નામ ગાડી, આ એકદમ સત્ય છે. કોઇના જવાથી દુનિયા રોકાઇ જતી નથી. લોકોએ દુઃખોને ભૂલાવી આગળ વધતુ રહેવું જોઇએ. ભાવુક કરનારી આ ઘટના પણ આવી જ છે. સામાન્ય રીતે ઘરમાં કોઇનું મૃત્યુ થઇ જાય તો તમામ શુભકાર્યો રોકી દેવામાં આવે છે પરંતુ મૃતકની અંતિમ ઇચ્છા જ એવી હોય કે તેમના શુભ કાર્યો ન રોકાવા જોઇએ તો ? આ ઘટના ઝારખંડના ધનબાદના ચાસનાલાની છે. પિતાની ઘરમાં અર્થી તૈયાર થઈને પડી હતી અને પુત્ર પહેલા 7 ફેરા લઇને પુત્રવધુ લઇને ઘરે આવ્યો ત્યારબાદ પિતાને મુખાગ્નિ આપવામાં આવી.

ધનબાદના ચાસનાલામાં મોડ મોહલ્લામાં રહેતા નાગશ્વર પાસવાનનું ગુરુવારે 11 જુને નિધન થયું હતું. તેમની અર્થી ત્યાં સુધી સજાવીને તૈયાર રાખવામાં આવી જ્યાં સુધી તેમનો નાનો પુત્ર પુત્રવધુને લઇને ઘરે ન આવી જાય. પુત્રવધુએ સાસરિયામાં પગ રાખતા જ સૌથી પહેલા અર્થી પર સૂતેલા સસરાના પગ પકડી મુખમાં ગંગાજળ નાખી આશિર્વાદ લીધા. ત્યારબાદ પુત્રએ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો.

72 વર્ષિય નાગેશ્વર સેલમાંથી રિટાયર્ડ થયા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમની ઇચ્છા હતી કે તેમના જીવીત રહેતા નાના પુત્ર વિજયના લગ્ન થઇ જાય. વિજયના લગ્ન હજારીબાદમાં રહેતી યુવતી સાથે 4 મેના રોજ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે લગ્ન કેન્સલ થયા હતા.

72 વર્ષિય નાગેશ્વર સેલમાંથી રિટાયર્ડ થયા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમની ઇચ્છા હતી કે તેમના જીવીત રહેતા નાના પુત્ર વિજયના લગ્ન થઇ જાય. વિજયના લગ્ન હજારીબાદમાં રહેતી યુવતી સાથે 4 મેના રોજ થવાના હતા પરંતુ લોકડાઉનના કારણે લગ્ન કેન્સલ થયા હતા.

નાગેશ્વરની અંતિમ ઇચ્છા હતી કે તેઓ જીવીત રહે કે ન રહે પરંતુ લગ્ન કેન્સલ થવા ન જોઇએ. આ વાતને ધ્યાને રાખી પિતાની અંતિમ ઇચ્છાને કારણે પુત્ર વિજયે લગ્ન ટાળ્યા નહીં.

જો કે વિજયે ગાયત્રી મંદિરમાં સાદાઇથી લગ્ન કરી લીધા. યુવતીના પરિવારજનો હજારીબાગથી ચાસનારા આવ્યા હતા. બાદમાં મોહલબની દામોદર નદીના મુક્તિઘાટમાં નાગેશ્વરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

You cannot copy content of this page