Only Gujarat

Bollywood FEATURED

લૉકડાઉન પૂર્ણ થયા બાદ નેહા કક્કર ફરશે સાત ફેરા, લગ્ન માટે બની ઉતાવળી?

મુંબઈઃ ‘ઈન્ડિયન આઈડલ 11’ના જજ નેહા કક્કર તેના લુક અને નિખાલસતા માટે ચર્ચામાં છે. નેહા અગાઉ તેના અફેર અંગે ચર્ચામાં રહી હતી. નેહા અને આદિત્ય નારાયણના અફેરના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી દીધી હતી.

નેહા કક્કર અને આદિત્ય નારાયણે ‘ઈન્ડિયન આઇડોલ 11’ના સેટ પરથી તેમના લગ્નની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આદિત્યના પિતા ઉદિત નારાયણ પણ શોમાં પહોંચ્યા હતા. બંનેએ 14 ફેબ્રુઆરી 2020માં લગ્ન કરવાની જાહેરાત કરી હતી.

જોકે, વેલેન્ટાઈન ડે પર આવું કંઈ થયું ન હતું અને નેહા-આદિત્યએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે, વિવાદનો સીધો ફાયદો શો અને ચેનલની ટીઆરપીને થયો હતો.

હવે નેહા કક્કરે એક તસવીર શેર કરી છે જેની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. નેહાએ આજે આ તસવીર આદિત્ય સાથે શેર કરી છે. આમાં બંને એક બીજાના હાથ પકડતા નજરે પડી રહ્યા છે.

તસવીર કરતા નેહા કક્કરનું કેપ્શન વધુ ચર્ચામાં છે. આ વિશેષ તસવીર શેર કરતી વખતે નેહાએ લખ્યું, ‘લૉકડાઉન પૂર્ણ થયા બાદ’, હવે આ સ્થિતિમાં ચાહકોએ આદિત્ય-નેહા ફરી એક સાથે આવવાની અટકળો શરૂ કરી દીધી છે.

નેહા કક્કર અને આદિત્ય નારાયણે પણ એક બીજા સાથે અફેર ના હોવાની વાત સ્વીકારી છે. ત્યાર બાદ નેહાના ભાઈ ટોની કક્કરે પણ એક ગીત રિલીઝ કર્યું હતું. ગીતનું ટાઈટલ હતું- ગોવા બીચ. આ ગીત યુટ્યુબ પર ખૂબ જ સફળ રહ્યું હતું. નેહા અને આદિત્યની કેમિસ્ટ્રી પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page