Only Gujarat

Gujarat

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એઈડ્સ હતો છતાંય હરાવ્યો કોરોનાને

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પરિસરમાં ખાસ બનાવવામાં આવેલા કોવિડ-19 હૉસ્પિટલમાં આજે એક ખાસ ઘટના બની, જ્યારે કતારમાં ઉભેલા તબીબો અને પેરા મેડિકલ કર્મચારીઓએ ફૂલોનો વરસાદ કરીને HIVથી પીડિત કોરોનાના દર્દીના સ્વસ્થ થવા પર તેને હૉસ્પિટલથી ઘરે રવાના કર્યો. આ નજારો દિલ જીતી લે તેવો હતો.

અહીં કોરોના હૉસ્પિટલમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દીને 15 એપ્રિલના દિવસે સિવિલ હૉસ્પિટલ પરિસરમાં નિર્મિત 1200 બેડની ખાસ સિવલ હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ આ દર્દી પહેલાથી જ HIV પોઝિટિવ હતા. આ દર્દીની સારવારમાં તબીબોએ વિશેષ સાવધાની રાખી હતી. આની સાથે જ નર્સિંગ અને પેરા મેડિકલ કર્મચારીઓએ પણ સંવેદના સાથે વ્યવહાર કરીને તેમની હિંમત ઓછી ના થવા દીધી.

27 વર્ષનો આ દર્દી છેલ્લા અઢી વર્ષથી HIVથી પીડિત હતો. સિવિલ હૉસ્પિટલમાં ભરતી કરતા સમયે તેનામાં અનેક ખામીઓ હતી. સામાન્ય રીતે કૉમ્બિર્ડ કન્ડીશનવાળા દર્દીઓને કોરોનાની ભયાનક અસર થાય છે. એવા ક્રિટિકલ દર્દીને પણ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો અને કર્મચારીઓએ કોરોના નેગેટિવ દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપી. આ દરમિયાન પરિવારજનોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો. ડૉક્ટરોએ ફૂલોનો વરસાદ કરીને તેને હૉસ્પિટલમાંથી રજા આપી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક (ચાર મે સાંજે પાંચ વાગ્યાથી લઈ પાંચ મે સાંજે પાંચ વાગ્યા સુધી)માં અમદાવાદમાં 349 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 6245 પહોંચ્યો છે. જ્યારે 368 લોકોના મૃત્યુ થયા છે. 1381 દર્દી રિકવર થયા છે.

રાજ્યમાં સતત વધતા જતા મામલાને જોતા લૉકડાઉનનો સકંજો કસાઈ રહ્યો છે. અહીં સંક્રમિતો મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. સોમવારે ગાંધીનગરના વડસર એરફોર્સના એક જવાનને પણ ચેપ લાગ્યો હતો, જેને જોતા પ્રશાસને અહીંના 3 કિમી સુધીના વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યો છે. સાથે જ સતત સેનિટાઈઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page