Only Gujarat

FEATURED National

ક્યાં ગઈ ગુજરાતની માણસાઈ! સુરતથી ટ્રેનમાં ગયેલા મજૂરો પાસેથી વસૂલવામાં આવ્યું ભાડું

લખનઉઃ કોરોના સંકટ દરમિયાન તમામ રાજ્યોમાં ફસાયેલા મજૂરોની ધીરજ ખૂટી રહી છે તો રાજનૈતિક પાર્ટીઓ તેના પર રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મજૂરો પાસેથી ટ્રેનનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે. સફાઈ આપી કે ખર્ચનો 85 ટકા ભાગ કેન્દ્ર અને 15 ટકા ભાગ રાજ્ય સરકાર ઉઠાવી રહે છે. અલગ અલગ શહેરના મજૂરોને ટ્રેનથી ઘર મોકલવામાં આવી રહ્યા છે. એવા સમયમાં મજૂરો પાસેથી ટ્રેનનું ભાડું લેવામાં આવી રહ્યું છે.

મજૂરોના પાછા આવવા પર હવે રાજનૈતિક તકરાર તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મજૂરો પાસેથી સરકારે ભાડું લીધું છે, જો કે સરકાર તરફથી પલટવાર કરતા કહ્યું કે, સરકાર મજૂરો પાસેથી કોઈ ભાડું નથી લઈ રહી. જો કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ નિવેદન આપ્યું કે રાજ્યોની કોંગ્રેસ સમિતિના મજૂરોના ભાડાનો બંદોબસ્ત કરે, પરંતુ સત્ય એ છે કે મજૂરોને ન સરકાર પાસેથી મદદ મળી કે ન કોઈ પક્ષ પાસેથી. તેમને ટિકિટના તમામ પૈસા ચુકાવીને જ ઘરે પાછા આવવું પડી રહ્યું છે.

સોમવારે હજારોની સંખ્યામાં મજૂરો ગુજરાતના વડોદરાથી લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પહોંચ્યા. તેમને શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી લાવવામાં આવ્યું. ન્યૂઝ ચેનલ આજ તકે જ્યારે ટ્રેનમાં સવાર લોકોને પુછ્યું ત્યારે ખબર પડી કે તેમની પાસેથી ટિકિટના પુરા પૈસા લેવામાં આવ્યા છે. આ વચ્ચે ભાજપે નિવેદન આપ્યું કે મજૂરોના ભાડાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભાડાનો 85 ટકા ભાગ કેન્દ્ર ચુકવી રહ્યું છે જ્યારે 15 ટકા ભાગ રાજ્યોએ આપવાનો છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યોની કોંગ્રેસ સમિતિઓને કહ્યું કે મજૂરોના ભાડાની વ્યવસ્થા કરવામાં આવે.

બીજી તરફ સોમવારે સાંજે લખનઉ પહોંચેલા મજૂરોએ આજ તકને જણાવ્યું કે, તેમણે ટિકિટના પૈસા ખુદ ચુકવ્યા. ચારબાગ પહોંચેલા એક મજૂર ઓમપ્રકાશે આજ તકને કહ્યું કે, હું વડોદરાથી આવી રહ્યો છું. મને ડિસેમ્બરમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જ્યારે લૉકડાઉનની જાહેરાત થઈ તો તેના બે-ત્રણ દિવસ બાદ અમે લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યાં ખાવા-પીવાની સમસ્યા હતી, પરંતુ પોલીસના લોકોએ અમને પકડી લીધા અને ક્વોરન્ટાઈન માટે મોકલી દીધા. ત્યાં પણ અમારી તપાસ કરવામાં આવી. અમને 35 દિવસ રાખવામાં આવ્યા. અમે લોકોએ ટિકિટ(લખનઊ આવવાનું ભાડું) લેવામાં આવ્યું છે, 555 રૂપિયા. અમે અમેઠી જઈ રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page