Only Gujarat

Bollywood FEATURED

દીપિકા પાદુકોણે પાર્ટીમાં પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે તમામની આંખો થઈ પહોળી!

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ દીપિકા પાદુકોણ પહેલી જ વાર કોઈ ફિલ્મી પાર્ટીમાં જોવા મળી હતી. આ વખતે બોલિવૂડ સેલેબ્સે કોરોનાને કારણે કોઈ પાર્ટીનું તો આયોજન કર્યું નથી પરંતુ કેટલાંક સેલેબ્સે નિકટના મિત્રો સાથે દિવાળી પાર્ટી મનાવી હતી. હાલમાં બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દીપિકા વ્હાઈટ ડ્રેસ તથા લેધર બેગ સાથે જોવા મળી હતી.


નાનકડી લેધર બેગની હતી આટલી કિંમતઃ દીપિકાએ ઓલ વ્હાઈટ લુક કમ્પ્લિટ કર્યો હતો. તેણે કાફસ્કિન લેધર ક્રોસ બોડી બેગ કેરી કર્યો હતો. આ બેગની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું. જ્યારે દીપિકાના ફૂટવેરની કિંમત 48 હજાર રૂપિયા હતી. તો ડ્રેસની કિંમત 89 હજાર રૂપિયા હતા.


વ્હાઈટ ડ્રેસમાં દીપિકા ઘણી જ સ્ટનિંગ લાગતી હતી. પાર્ટીમાં સિદ્ધાંત ચતુર્વેદીએ અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટર પણ આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલ જ દીપિકા પાદુકોણ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે ભરાઈ હતી. ફોટોગ્રાફર્સ દીપિકાનો પીછો કર્યો હતો અને તેથી જ એક્ટ્રેસે FIR કરવાની ધમકી આપી હતી.


જોકે, દિવાળીમાં દીપિકાનો ગુસ્સો ઓછો થયો એમ લાગતું હતું. તેણે ફોટોગ્રાફર્સને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને સ્માઈલિંગ પોઝ પણ આપ્યા હતા.


નોંધનીય છે કે દીપિકાની પૂર્વ મેનેજર કરિશ્માના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને નાર્કોટિક્સ બ્યૂરોએ સમન્સ પાઠવ્યું હતું. તેના સંબંધો ડ્રગ્સ પેડલર્સ સાથે હોવાની ચર્ચા છે.


ગયા મહિને દીપિકાની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

You cannot copy content of this page