Only Gujarat

Sports

પતિ વિરાટ સાથે 7 મહિનાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી પત્ની અનુષ્કા

મુંબઈઃ વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રસ અનુષ્કા શર્મા અત્યારે પ્રેગ્નન્સિ પિરીયડ એન્જોય કરી રહી છે. અનુષ્કા અત્યારે વધારે સમય તેમના પતિ સાથે પસાર કરી રહી છે. હાલમાં જ અનુષ્કાએ બેબી બંપ ફ્લોન્ટ કરતો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે પોતાના બંપ પર હાથ રાખેલી જોવા મળી રહી છે. ફોટોમાં વિરાટ કોહલી પોતાના એક ફેન સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોને જોઈ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં કહ્યું કે, ‘વિરાટનું ટી-શર્ટ જોઈ હિંટ મળી ગઈ કે હવે તો છોકરો જ થશે.’

આમ તો, થોડાં સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક જ્યોતિષની ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે, કપલના ઘરે દીકરાનો જન્મ થશે કે દીકરીનો. જ્યોતિષીએ કહ્યું હતું કે, ‘કપલના ચહેરાને જોઈ જ્યોતિષી ગણના મુજબ સૌથી વધુ ચાન્સ દીકરી થવાના છે.’

ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન દરમિયાન વિરાટ અને અનુષ્કા સાથે ખૂબ જ ક્વોલિટી સમય પસાર કર્યો છે. કોહલી લૉકડાઉન દરમિયાન ઘરે જ આઇસોલેશનમાં રહ્યાં હતાં. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર, 2017માં ઇટાલીમાં લગ્ન કર્યાં હતાં.

તમને જાણીની હેરાની થશે કે, અનુષ્કા-વિરાટનો સંબંધ થોડા વર્ષનો નથી, પણ બાળપણથી છે. અનુષ્કા અને વિરાટ બાળપણથી જ એકબીજાને જાણે છે. અનુષ્કા જ્યારે બેંગલુરુમાં રહેતી હતી, ત્યારે તેમના ભાઈ કર્ણેશ અને વિરાટની ફ્રેન્ડ હતી. તે એક જ જગ્યાએ ક્રિકેટ રમવા જતાં હતાં.

વિરાટ તે સમયે ત્યાં રહી ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. ધીરે-ધીરે કર્ણેશ સાથે વિરાટ ઘરે આવતો જતો હતો. આ દરમિયાન તેમની ફ્રેન્ડશિપ અનુષ્કા સાથે પણ થઈ ગઈ અને પછી બંને સાથે ક્રિકેટ રમતાં હતાં. આ પછી બંને પહેલીવાર એડવર્ટાઇઝના શૂટિંગ દરમિયાન મળ્યાં હતા અને આ પછી તેમની મુલાકાતો વધવા લાગી હતી અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતાં.

પ્રેગ્નન્સિ દરમિયાન હાલમાં જ અનુષ્કાના કેટલાક બીજા ફોટો પણ સામે આવ્યા. જેમાં તેમનું વજન ઘણું વધેલું દેખાઈ રહ્યું હતું. એટલું જ નહીં, તેમના ગાલ પણ ફૂલી ગયાં હતાં. અત્યારે અનુષ્કાને સાતમો મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા ડિસેમ્બરના છેલ્લાં દિવસો અથવા નવા વર્ષે બાળકને જન્મ આપશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆતી ટેસ્ટ મેચ રમ્યા પછી વિરાટ કોહલી ભારત પાછો આવી જશે. અનુષ્કાની ડિલિવરી દરમિયાન વિરાટ પેરેન્ટ લીવ પર રહેશે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને વિરાટ IPL પહેલાં પ્રેગ્નન્સિની જાહેરાત કરી હતી. બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું હતું, ‘હવે અમે ત્રણ થવાના છીએ.’

પ્રેગ્નન્સિમાં અનુષ્કા પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખી રહી છે. માત્ર અનુષ્કા જ વિરાટ પણ આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે પત્નીના સમયે ખાવાનું ખાધું કે નહીં. કેટલાક દિવસો પહેલાં ક્રિકેટ ગ્રાઉન્ડથી એક ફોટો વાઇરલ થયો હતો. જેમાં વિરાટ પત્નીને ઈશારાથી ખાવાની વાત પૂછી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કાએ ફિલ્મ ‘રબને બનાદી જોડી’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે ‘બેન્ડ બાજા બારાત’, ‘જબ તક હૈ જાન’, ‘લેડિસ વર્સિસ રિકી બહેલ’, ‘સુલતાન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘પિકે’, ‘દિલ ધડકને દો’, ‘એનએચ 10’, ‘સંજૂ’ સહિતની હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page