Only Gujarat

Bollywood

ઘર જ નહીં અક્ષય કુમારનું હોમ ગાર્ડન પણ છે બેહદ આલીશાન, જુઓ Photos

મુંબઈ: કોરોના વાયરસની અસર હજી સુધી ઓછી નથી થઈ. દુનિયાભરમાં આ મહામારીથી લોકો દહેશતમાં છે. હજારોની સંખ્યામાં લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. ભારતમાં લોકોની સુવિધા માટે લૉકડાઉનની બાદ અનલૉકની પ્રક્રિયા સરકારે શરૂ કરી દીધી છે. જો કે, હજુ પણ સેલેબ્સ ઓછું કે ઘર કે બહાર જરુરના હિસાબથી જ નિકળે છે. એવામાં સેલેબ્સની સાથે જોડાયેલા કિસ્સા-કહાની, ફોટોસ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે અક્ષય કુમારના ગાર્ડનના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. તેમની પત્ની ટ્વિંકલ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર ગાર્ડનના ફોટો શેર કર્યા છે. જો કે હાલ અક્ષય પરિવાર સાથે લંડનમાં છે. જલ્દી જ તે પોતાની અપકમિંગ ફિલ્મ બેલ બૉટમનું શૂટિંગ શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે તેમનું ગાર્ડન પણ તેમના ઘરની જેમ જ શાનદાર છે. આવો, તમને બતાવીએ તેમના હોમ ગાર્ડનની કેટલીક તસવીરો. ટ્વિંકલ જ પોતાના આ શાનદાર ગાર્ડનની દેખભાળ કરે છે.

અક્ષય કુમારનો જુહૂમાં આલીશાન બંગલો છે. સી ફેસિંગ આ બંગલાનું ઈંટીરિયર પત્ની ટ્વિંકલ ખન્નાએ જ કર્યું છે.ટ્વિંકલને ગાર્ડનિંગનો શોખ છે. તેમણે પોતાના ગાર્ડનમાં જાત જાતના ઝાડ લગાવ્યા છે.

તેણે પોતાના ગાર્ડનમાં ખાસ કરીને આંબા વાવ્યા છે. તેના પિતા રાજેશ ખન્નાના બંગલા આશીર્વાદમાં પણ આંબા હતા. બાળપણમાં ટ્વિંકલ બહેન રિંકી સાથે આંબા પર ચડીને કેરી તોડતા હતા.

ઘરના ગાર્ડનને શાનદાર રીતે સજાવવામાં આવ્યું છે. તેમાં મોટી-મોટી મૂર્તિઓ, બેસવા માટે ખુરશીઓ અને ડાઈનિંગ ટેબલ પણ છે.તેણે પોતાના ઘરમાં પ્રકૃતિને મહત્વ આપ્યું છે. અક્ષયના ઘરનું ગાર્ડન જોવા જેવું છે. તેમના ગાર્ડમાં એકથી એક ચડિયાતા વૃક્ષો છે.

વિશાળ બોગનવેલ, ઈનડોર તળાવ તેની સુંદરતામાં વધારો કરે છે. અક્ષયના ઘરના ડાઈનિંગ એરિયામાંથી ગાર્ડન દેખાય છે. ગાર્ડનમાં અલગ-અલગ જગ્યાએ ઝૂલા પણ છે.

અક્ષયના ઘરમાં એક ખાસ તળાવ છે, જેની ઉપર 13 જેટલી હેંગિંગ લાઈટ્સ લાગેલી છે. આ સિવાય ઘરની એક દિવાલ પર આખા પરિવારના નવા-જૂના ફોટોસ લગાવેલા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ એરિયા, ડાઈનિંગ એરિયા, કિચન, હોમ થિએટર છે.

You cannot copy content of this page