Only Gujarat

National

હોટેલમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, જે રૂમમાં ગઈ પોલીસ ત્યાં રંગરેલિયા મનાવતા જોવા મળ્યા કપલ

બિહાર (છપરા) : લૉકડાઉનમાં પણ સેક્સ રેકેટનો ગોરખધંધો ચાલી રહ્યા છે. એકવાર ફરી ભગવાન બજાર પોલીસે તેનો ખુલાસો કર્યો છે. એક હોટેલમાં દરોડા પાડતા સમયે પોલીસની નજરો પણ શરમથી ઝુકી ગઈ. કારણ કે તે જે રૂમમાં ગયા ત્યાં કપલ આપત્તિજનક સ્થિતિમાં રંગરેલિયા મનાવતા પકડાયા. એસપી હરિકિશોરના પ્રમાણે પકડાયેલા 5 યુગલોમાં ઓછી ઉંમરના કિશોર-કિશોરીઓ સાથે યુવાન અને પરિણીત લોકો પણ સામેલ હતા.

ભગવાન બજાર પોલીસ સ્ટેશનની પોલીસને સૂચના મળી હતી કે આસપાસના હોટલેમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. આ સૂચના બાદ પોલીસે ફોર્સ સાથે ભગવાન બજાર ચોકમાં આવેલી રાજપૂત હોટેલ પર દરોડા પાડ્યા. (પ્રતિકાત્મક તસવીર)

દરોડા પાડવા પહોંચેલી પોલીસને 5 યુવતી અને 5 યુવકો આપત્તિજનક સ્થિતિમાં મળ્યા. તે અલગ-અલગ રૂમમાં રંગ રેલિયા મનાવી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી છે. (પ્રતિકાત્મક તસવીર)

લોકોના પ્રમાણે 2 વર્ષ પહેલા પણ આ જ રાજપૂત હોટેલમાં સેક્સ રેકેટનો ખુલાસો થયો હતો. અને આ મામલે હોટેલને સીલ પણ કરવામાં આવી હતી. હોટેલ ગયા વર્ષે જ પાછી ખોલવામાં આવી હતી. (પ્રતિકાત્મક તસવીર)

છપરાના એસપીના પ્રમાણે ખાનગી બાતમીના આધારે આ કાર્રવાઈ કરવામાં આવી. હાલ હોટેલને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે હોટેલના મેનેજર અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે બાદ આગળ કાર્રવાઈ કરવામાં આવશે।(પ્રતિકાત્મક તસવીર)

You cannot copy content of this page