Only Gujarat

International

કેમરો બંધ કરવાનું ભૂલાઈ ગયું અને અધિકારીની પત્ની સાથેની કામલીલા થઈ ગઈ જાહેર

કોરોનાના કારણે લોકોના જીવનમાં અનેક પ્રકારના ફેરફાર થયા છે. લોકો હવે પોતાના ઘરેથી જ કામ કરવા લાગ્યા છે. અનેક ઑફિસ હજી સુધી બંધ છે તો અને જગ્યાએ કામ શરૂ થઈ ગયું છે. આ વચ્ચે જેના વિશે ચર્ચા થવા લાગી છે તે છે ઝૂમ. જ્યારથી લૉકડાઉન થયું ત્યારથી સ્કૂલ હોય કે ઑફિસ ઝૂમ કૉલની ડિમાન્ડ વધી રહી છે. કારણ કે આ નવું ફીચર હતું અને એવામાં લોકોએ તેને યૂઝ કરવાનું શીખી લીધું.

જો કે, આ ઝૂમ કૉલના કારણે અનેક ભૂલો પણ થઈ. અનેક લોકો ઝૂમ કૉલ પર એવી વસ્તુ કરતા પકડાયા કે તેમને બાદમાં શરમનો સામનો કરવો પડ્યો. આવો જ એક મામલો રિયો ડી જાનેરોથી સામે આવ્યો છે, જ્યાં સરકારી મંત્રીઓની મીટિંગ દરમિયાન શરમજનક ઘટના બની. જો કે મંત્રીઓએ તેમ છતાં મીટિંગ તો ચાલુ જ રાખી. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે આ સરકારી મીટિંગમાં શું થયું.

મામલો રિયો ડી જાનેરોથી સામે આવ્યો જ્યાં મંત્રીઓની મીટિંગ અચાનક અશ્લીલ સાઈટમાં બદલાઈ ગઈ. મંત્રીઓની મીટિંગ ખૂબ જ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. મંત્રીઓ એકબીજા સાથે ઝૂમ કૉલ પર કોરોનાને લઈને ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા ચાલી રહી હતી કે આ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને જમવાનું મળી રહે, તે માટે સરકાર શું કરી શકે છે?

મીટિંગ દરમિયાન જ અચાનક એક અધિકારી ઊઠી ગયો અને સીધો પથારી પર પોતાની પત્ની પાસે પહોંચી ગયો અને રોમાન્સ કરવા લાગ્યો.ઉઠતા પહેલા તેને લાગ્યું કે તેણે કેમેરો બંધ કરી દીધો છે. પરંતુ તેણે એવું નહોતું કર્યું. ભૂલથી કેમેરો ઑન રહી ગયો હતો. એવામાં તેની હરકત મીટિંગમાં હાજર સૌ કોઈ સાફ જોઈ રહ્યા હતા.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે મીટિંગ દરમિયાન તે પત્ની સાથે રોમાન્સ કરતો રહ્યો અને મીટિંગ ચાલુ રહી. મીટિંગમાં એ સમયે સાત મંત્રી સામેલ હતા. તેમણે કાંઈ જ ન કહ્યું અને ચર્ચા ચાલુ રાખી. લગભગ ચાર કલાક મીટિંગ ચાલી રહી. જ્યારે હેડની નજર તેના પર પડી તો તેણે શખ્સને મીટિંગમાંથી રિમૂવ કરી દીધો. જો કે, હજી તે ખબર નથી પડી કે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી.

You cannot copy content of this page