Only Gujarat

FEATURED Religion

આજે રાત્રે શુક્રનો મીન રાશિમાં થશે પ્રવેશ, આ રાશિના જાતકોની કુંડળીમાં બને છે રાજયોગ

અમદાવાદઃ મહાન ગ્રહ શુક્ર કુંભ રાશિની યાત્રા સમાપ્ત કરીને બીજી ફેબ્રુઆરીની મધ્ય રાત્રિ બાદ ચાર વાગીને 15 મિનિટે મીન રાશિમાં પ્રવેશે છે. મીન રાશિમાં તે 28 ફેબ્રુઆરીની રાત્રે 1.30 સુધી રહેશે. ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું રાશિ પરિવર્તન વિશ્વને વધુ પ્રભાવિત કરશે, કારણ કે તે બ્રહ્માજીની સાથે સૃષ્ટિ સર્જનમાં સહયોગ આપે છે. શુક્રનું મીન રાશિમાં ગોચર તમામ 12 રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે, તે અંગે વાત કરીએ.

મેષઃ તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરતો શુક્ર અતિ શુભ ફળદાઈ સિદ્ધ થશે. યાત્રા, પ્રવાસનો લાભ મળશે. વિદેશ યાત્રા માટે વિઝા અથવા વિદેશી નાગરિકતા માટે અરજી કરશો તો સફળ થશો. વધુ ખર્ચ કરતા અટકો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ડાબી આંખનું ધ્યાન રાખો. શુક્રની નીચ દૃષ્ટિ તમારા શત્રુ ભાવ પર છે. તેથી અતિ સ્વાર્થી તથા ધૂર્ત લોકોથી બચો.

વૃષભઃ તમારી રાશિથી લાભભાવમાં શુક્રનું ઉચ્ચરાશિગત થવું કોઈ વરદાનથી ઓછું નથી. આવકના એકથી વધુ સાધન બનશે. અટકાયેલું ધન પરત આવશે. પરિવારના વડીલોથી લાભ મળશે. નારી શક્તિ માટે આ ગોચર વરદાન છે. નોકરીમાં નવા પ્રમોશનના યોગ છે. શિક્ષણમાં સફળતા મળશે. સંતાનની જવાબદારી પૂરી થશે.

મિથુનઃ રાશિથી કર્મભાવમાં ઉચ્ચ રાશિગત શુક્રનું ગોચર તમને કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રમુખ પ્રતિષ્ઠાનોમાં સારી પદવી મળશે. નોકરીમાં પ્રમોશન તથા સ્થાન પરિવર્તનના યોગ છે. તમે આનો ભરપૂર ફાયદો ઉઠાવો. શુક્રની દૃષ્ટિ ચતુર્થ ભાવ પર છે. આથી ભૂમિ, વાહનનું સુખ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્કઃ રાશિથી ભાગ્યભાવમાં શુક્રનું ગોચર તમને સફળતાના માર્ગમાં આવનાર અનેક મુસીબતોને દૂર કરશે. તીર્થયાત્રાનું સુખ છે. દાન-પુણ્ય પણ કરશો. પરિવારમાં માંગલિક કાર્યોથી માહોલ ખુશનુમા રહેશે. મકાન તથા વાહન લેશો. તમને વિદેશ યાત્રા અથવા વિદેશી કંપનીમાં સારી સર્વિસ મળી શકે છે.

સિંહઃ રાશિના અષ્ટમભાવમાં શુક્રનું ઉચ્ચ રાશિગત થવું તમારા માટે પ્રતાપી યોગનું નિર્માણ કરે છે. તમને લોકો નીચે પાડવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ સફળ થઈ શકશે નહીં. અંતે, તે જ લોકો તમારી મદદ માટે આગળ આવશે. ધનભાવ પર શુક્રની દૃષ્ટિના ફળસ્વરૂપે આર્થિક પક્ષ મજબૂત બનશે. મોજશોખ પાછળ વધુ ખર્ચ થશે.

કન્યાઃ રાશિના સપ્તમ ભાવમાં શુક્રનું ગોચર તમને ફળદાયી રહેશે. લગ્ન સંબંધિત વાતચીત સફળ રહેશે. ડેઈલી વેપારમાં લાભ થશે. નોકરી કરતા જાતકોને સુખ મળશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવીને રાખો. નોકરીમાં પદોન્નતિ અને નવા કામો મળે તેવા યોગ છે. મહિલા વર્ગ માટે આ સમય અનુકૂળ રહેશે.

તુલાઃ રાશિના સ્વામી શુક્ર છઠ્ઠા શત્રુભાવમાં ગોચર કરે છે. તમારા ગુપ્ત શત્રુ પણ બનશે અને નાશ પણ પામશે. તમારી કુશળ રણનીતિથી શત્રુઓનો ખાત્મો થશે. કોર્ટ કચેરીના નિર્ણયો તમારા પક્ષમાં આવશે. મોસાળ પક્ષથી લાભ મળશે. યાત્રા વધુ થશે.

વૃશ્ચિકઃ રાશિના પંચમ ભાવમાં શુક્રનું ગોચર શૈક્ષણિક બાબતોમાં સફળ બનાવશે. કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છો છો આનાથી સારી તક કોઈ નથી. નવદંપતિ માટે સંતાનપ્રાપ્તિનો યોગ છે. અટકાયેલું ધન પાછું આવશે પરંતુ દેવું કરાનું ટાળો.

ધનઃ રાશિના ચતુર્થભાવમાં ઉચ્ચરાશિગત શુક્ર તમારા માટે ફળદાયી છે. મોજશોખ પાછળ વધુ ખર્ચ થશે. માન-સન્માન વધશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. તમારા કામોના વખાણ થશે. શુક્રની કર્મભાવની દૃષ્ટિના પ્રભાવ સ્વરૂપ નોકરીમાં પદોન્નિતના યોગ છે અને વિદેશી કંપનીમાં અરજી કરવાનો ઉત્તમ અવસર છે.

મકરઃ આ રાશિના જાતકો માટે રાજયોગ બને છે. કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે પરંતુ તમે સહજતાથી પૂરી કરશો અને સફળ થશો. ભાઈઓ સાથે મતભેદ થાય તેવી શક્યતા છે. વિદેશી નાગરિકતા મળી શકે છે.

કુંભઃ રાશિના ધનભાવમાં શુક્રનું ઉચ્ચરાશિગત થવું તમને સફળતા અપાવશે. સમજી વિચારીને કરેલા કામો પૂર્ણ થશે અને આર્થિક પક્ષ સ્ટ્રોંગ બનશે. સ્થાવર સંપત્તિનો યોગ બને છે. વાણી કુશળતાને કારણે મુશ્કેલ સમયને પણ સામાન્ય બનાવી દેશો. યોજનાઓ ગુપ્ત રાખો અને જમણી આંખની કાળજી લો.

મીનઃ તમારી રાશિમાં માલવ્ય યોગ બને છે. શુક્ર તમામ ભૌતિકવાદી ઈચ્છાઓ પૂર્ણ કરશે. આ વર્ષનો સૌથી સર્વોચ્ચ સમય છે. આથી દરેક ક્ષણનો ઉપયોગ કરીને વેપારમાં ધ્યાન આપો. પ્રમોશનના યોગ છે. અભ્યાસ કરતા જાતકોને સફળતા મળશે. નારી શક્તિ માટે આ સમય ઘણો જ લાભદાયી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page