Only Gujarat

Bollywood FEATURED

સુશાંતની છેલ્લી ફિલ્મે આ મામલામાં દુનિયાની સૌથી મોટી ફિલ્મને પછાડીને બનાવ્યો આ રેકોર્ડ

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચરાનું ટ્રેલર રિલીઝ થયું છે. સુશાંતની આત્મહત્યા પછીથી આ ફિલ્મ જોરદાર ચર્ચામાં રહી છે. ઘણા ફેન્સની સાથે, સેલેબ્સ પણ સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે વધુને વધુ ફિલ્મનું ટ્રેલર જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ ફિલ્મના ટ્રેલરે તેની રિલીઝના પહેલા જ દિવસે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, સુશાંતની ફિલ્મના ટ્રેલરે યુટ્યુબ પર અત્યાર સુધીમાં 5.3 મિલિયન અથવા 53 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે અને કોઈ પણ ફિલ્મ લાઈક્સની બાબતમાં દિલ બેચરાની આસપાસ પણ નથી. માનવામાં આવે છે કે આ સંખ્યા હજી વધુ વધી શકે છે. એવી ફિલ્મો વિશે જાણીએ, જેમના ટ્રેલર પર ચાહકોએ ભારે પ્રેમ વરસાવ્યો હતો.

હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ: ઈન્ફિનિટી વૉર સુપરહીરો ફિલ્મ છે અને માર્વેલના સિનેમેટિક યુનિવર્સમાં રોબર્ટ ડૉની જુનિયર અને સ્કાર્લેટ યોહાનસન જેવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મે દુનિયાભરમાં શાનદાર રેકોર્ડ બનાવ્યા હતા અને દિલ બેચારાની પહેલાં સુધી આ ફિલ્મની પાસે સૌથી વધારે યુટ્યુબ લાઈક્સનો રેકોર્ડ હતો. આ ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરને યુટ્યુબ પર 3.6 મિલિયન લોકોએ પસંદ કર્યું છે.

એવેન્જર્સ: ઈન્ફિનિટી વૉરની સિક્વલ એવેન્જર્સ એન્ડ ગેમને પણ વિશ્વભરમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી. યુટ્યુબ પર આ ફિલ્મના ટ્રેલરને 2.9 મિલિયન એટલે 29 લાખ લોકોએ પસંદ કર્યું છે.

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર વિજય અને સુપરસ્ટાર અભિનેત્રી નયનતારા અભિનીત ફિલ્મ બિજિલે માત્ર બોક્સ ઓફિસ પર સારો દેખાવ જ કર્યો નહીં પરંતુ આ ફિલ્મના ટ્રેલરે પણ ખૂબ ધૂમ મચાવી હતી. યુટ્યુબ પર આ ફિલ્મના ટ્રેલરને 2.3 મિલિયન લોકોએ પસંદ કર્યું છે.

શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મ ઝીરો વર્ષ 2018 ના અંતમાં આવી હતી. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખે વામન માણસની ભૂમિકા નિભાવી હતી. શાહરૂખ ઘણા સમય પછી સિનેમાના પરદે પરત ફરી રહ્યો હતો, તેથી ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી. જો કે આ ફિલ્મના બીજા ભાગમાં ચાહકો ખૂબ નિરાશ થયા હતા. લોકોએ યુટ્યુબ પર 2 મિલિયન એટલેકે 20 લાખ લોકોએ આ ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરને પસંદ કર્યું છે.

રિતિક રોશન, ટાઇગર શ્રોફ અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ વોર વર્ષ 2019 ની બ્લોકબસ્ટર ફિલ્મ છે. આ ફિલ્મના સ્ટારકાસ્ટ અને એક્શન દ્રશ્યોએ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરને યુટ્યુબ પર 1.7 મિલિયન લોકોએ પસંદ કર્યું છે.

પ્રભુદેવા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ દબંગ -3માં સલમાન ખાન એકવાર ફરી તેની હિટ ફ્રેન્ચાઇઝીમાં ચૂલબુલ પાંડેની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ફિલ્મના ટ્રેલરે પણ યુટ્યુબ પર 1.7 મિલિયન લાઇક્સ મેળવી હતી.

કબીરસિંહને શાહિદ કપૂર અને કિયારા અડવાણીની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે અને આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર લગભગ 300 કરોડનો બિઝનેસ કર્યો હતો. તે વર્ષ 2019ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ છે, જો કે આ ફિલ્મે પણ ઘણા વિવાદોનો સામનો કર્યો હતો. આ ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર 1.4 મિલિયન લોકોએ પસંદ કર્યું છે.

ગયા વર્ષે ઇદના અવસરે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાનના ઘણા સ્વરૂપો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ કોરિયન ફિલ્મની હિન્દી રિમેક હતી. ચાહકોને આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર સરેરાશ પ્રદર્શન કરવામાં સફળ રહી. આ ફિલ્મના ટ્રેલરને 1.2 કરોડ લોકોએ પસંદ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page