Only Gujarat

FEATURED National

મહિલા ઓફિસરે પહેલા લખી પાનાઓ ભરી નોટ ને પછી મોતને કર્યું વ્હાલું, કારણ હતું..?

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મણિયાર નગર પંચાયતના કાર્યકારી અધિકારીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. અધિકારીએ બલિયામાં તેના ભાડાના મકાનમાં આત્મહત્યા કરી હતી. જોકે તેના પિતાએ તેને હત્યાનો કેસ ગણાવ્યો છે. મહિલાનો આખો પરિવાર બળીયાની બાજુમાં જ આવેલાં ગાઝીપુર જિલ્લામાં રહે છે.

આ ઘટના વિશે બલિયાના અતિરિક્ત પોલીસ અધિક્ષક (એએસપી) સંજય યાદવે મંગળવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બલિયા નગર કોટવાલી વિસ્તારના હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીમાં મણીયાર નગર પંચાયતમાં એક્ઝિક્યુટિવ ઓફિસર મણિ મંજરી રાય (27) નો મૃતદેહ પંખામાં લગાવેલી ફાંસીનાં ફંદામાં લટકતો મળ્યો હતો.

ઓરડામાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મહિલા અધિકારીએ લખ્યું છે કે બલિયામાં મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મારી પાસે ખોટા કામો કરાવવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાંની સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ હરિ પ્રતાપ શાહી અને પોલીસ અધિક્ષક દેવેન્દ્ર નાથ સહિત વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

રાય મણિયાર પંચાયતમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પોસ્ટ થઈ હતી અને બલિયામાં તેમની પહેલી પોસ્ટિંગ હતી. એએસપી સંજય યાદવે કહ્યું કે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન, મણિ મંજરી રાયના પિતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી આત્મહત્યા કરી શકે નહીં, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. ગાઝીપુર જિલ્લાના કનુઆન ગામના રહેવાસી જય ઠાકુર રાયે મંગળવારે દાવો કર્યો હતો કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે અને તેને આત્મહત્યાનું નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખોટા પેમેન્ટ અને ખોટા કામ કરવાને લઈને ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

બલિયાના પડોશી જિલ્લા ગાઝીપુરના ભંવરકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મણિ મંજરી રાય બલિયા જિલ્લામાં પહેલી પોસ્ટિંગ હતી. તે જીલ્લા મુખ્યાલયમાં હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીમાં ભાડે મકાનમાં રહેતી હતી અને જિલ્લા મથકથી મણિયારનું આવવા-જવાનું હતુ. સોમવારે તે ઘરે એકલી હતી. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page