Only Gujarat

Bollywood

ટીવી ઈન્ડસ્ટ્રી માટે ખરાબ સમાચાર, વધુ એક સભ્યનું કોરોનાથી મોત

મુંબઈ: મનોરંજન ઉદ્યોગ માટે રોજ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઇરફાન ખાનના મોતથી શરૂ થયેલ આ ઘટનાક્રમ તેના અંતનું નામ નથી લઈ રહ્યો. ઋષિ કપૂર, ઇરફાન ખાન, વાજિદ ખાન અને સુશાંત સિંહ રાજપૂત પછી ટીવી શો થપકી પ્યાર કીની ટીમના એક સભ્ય ઈરફાનનું કોરોનાથી અવસાન થયું હતું.

અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. જણાવીએ કે દેશમાં કોરોના વાયરસ સામે લડતા સંક્રમિત લોકોની સંખ્યા સાડા ત્રણ લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, સમગ્ર દેશમાં કોરોનાથી 2 હજાર લોકો મૃત્યુ પામ્યા છે, જેથી મૃતકોની કુલ સંખ્યા 11,903ને પાર થઇ ગઈ છે.

બે વર્ષથી બીમાર હતો
ટીવી અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ બુધવારે તેની ‘થપકી પ્યાર કી’ની ટીમના સભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, જેનું મોત કોરોનો વાયરસને કારણે થયું હતું. ઇરફાન નામનો આ વ્યક્તિ છેલ્લા બે વર્ષથી અસ્વસ્થ હતો અને લાંબી બીમારીથી ઝઝૂમી રહ્યો હતો. થોડા દિવસો પહેલા જ તે કોરોનો વાયરસનો શિકાર બન્યો હતો.

લાગણીશીલ થઈ ગયા અભિનેત્રી
જયાએ ઇરફાનનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું- ‘થપકી પ્યાર કી’ ટીમ… જેની અંદર આ છોકરો, અમારો ઇરફાન, હવે નથી રહ્યો. તે લાંબા સમયથી બીમાર હતો. હું એ સમજવાનો પ્રયત્ન કરી જ રહી હતી કે છેલ્લા 2 વર્ષથી તેના સ્વાસ્થ્ય વિશે શું સમસ્યા થઇ રહી છે. આ માટે મેં તેનો રિપોર્ટ માંગવાની પણ વાત કરી હતી, પરંતુ તે દરમિયાન જ તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા. ગુલાબ દાદાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને આ અઠવાડિયે તે કોરોના વાયરસનો શિકાર બની ગયા.

You cannot copy content of this page