Only Gujarat

National

સગાઈ વખતે યુવક-યવતી ખોવાઈ ગયા એકબીજાની આંખોમાં, પછી તરત લગ્ન કરી આપવાની પકડી હઠ

સગાઈ સમારોહ માટે પહોંચેલા યુવક અને યુવતીનો ચઢી ગયો પ્રેમનો પરવાન. ત્યારબાદ બંનેએ સગાઈને બદલે તરત જ લગ્ન કરવાની જીદ પકડી લીધી હતી, જ્યારે એક પક્ષ થોડા સમય પછી લગ્ન કરવા માંગતો હતો, જેનાથી વિવાદ શરૂ થઈ ગયો. જ્યારે વાત વધી ગઈ તો સગાઈની જગ્યાએ પંચાયત શરૂ થઈ. ખાસ્સા સમય ની રક્ઝક બાદ, બંને પરિવારોએ સગાઈની જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને તે જ રાત્રે લગ્ન સંપન્ન થયા. બીજા દિવસે યુવક તેની કન્યા સાથે ઘરે પહોંચ્યો. આ ઘટના યમુનાપર વિસ્તારની છે. જ્યાં પરિવારના લોકો પ્રેમી દંપતીની સગાઈ માટે એક જગ્યાએ ભેગા થયા હતા. જોકે, આ સમય દરમિયાન યુવતી અને છોકરો લગ્ન કરવા મક્કમ હતા. આખરે તેના પરિવારે લગ્ન કરાવવા પડ્યા.

જાનકીગંજમાં રહેતા એક યુવકનો લેડિયારી બજારની રહેવાસી એક યુવતી સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પહેલા તો બંને પરિવારના લોકોએ લગ્નની ના પાડી દીધી હતી.


પ્રેમી-પ્રેમિકાના આગ્રહને કારણે બંને પરિવારોએ વાતચીત કરી. બાળકોની ખુશી માટે લગ્ન કરવાની સંમત થયા. સગાઈ સમારોહ 16 જૂનની સાંજે સુનિશ્ચિત થયેલ હતો. આ માટે, લેડિયારી બજારમાં એક ગેસ્ટ હાઉસમાં તેમની સગાઇ થવાની હતી. કાર્યક્રમ મુજબ, 16 જૂનના રોજ સાંજે યુવક પક્ષથી 40 થી 50 લોકો સગાઈ કરવા પહોંચ્યા હતા.

પ્રેમી યુગલનો પ્રેમ એટલો વધી ગયો કે સગાઈ સમારોહ દરમિયાન જ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું, જ્યારે પરિવારજનો થોડા સમય પછી લગ્ન કરવા માંગતા હતા, જેનાથી વિવાદ શરૂ થયો.

પંચાયત બાદ બન્ને પરિવારોએ પ્રેમી-પ્રેમિકાની જીદ સામે નમવું પડ્યું હતું. સગાઈને બદલે રાત્રે વિધિવત રીતે લગ્ન કરાવવામાં આવ્યા. ત્યારબાદ બીજા દિવસે સવારે કન્યાને વિદાય આપવામાં આવી હતી.

You cannot copy content of this page