Only Gujarat

Bollywood

‘બિગ બોસ’ ફૅમ દિપક ઠાકુરે સોમી-સબા ખાનની બહેનના લગ્નમાં હાજરી આપી

મુંબઇઃ બિગ બોસ 12ની સ્પર્ધક રહી ચૂકેલી સોમી અને સબા ખાનની બહેન સના ખાન લગ્નના બંધને બંધાઇ ચૂકી છે. બહેનના લગ્નની કેટલીક તસવીરો સબા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં સબાની બહેન સના ખૂબ સુંદર લાગી રહીછે. તેણે રેડ કલરનો લહેંગો પહેર્યો છે. સાથે હેવી નેકલેસ, ચૂડા અને હાથમાં મહેંદી લગાવી છે. સબાએ દુલ્હન બહેનની ફોટો સેર કરતા લખ્યું કે, So happy for my beautiful sister @sanakhan__ks . Love you and InshaAllah this is going to be a beautiful journey 🌸.

સબા અને સોમી ખાનની બહેનના લગ્નમાં બિગ બોસ 12માં સ્પર્ધક રહી ચૂકેલ દીપક ઠાકુર પણ પહોંચ્યો હતો. દીપકે પણ ઇન્સ્ટાગ્રામ પર આ લગ્નની તસવીરો શેર કરી છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે It’s all about Khan sisters 🥰 #Sana ki shadi, Shadi me Dhamal,Pahuche hain Bihar se door,Masti krenge bharpoor in The pink City Jaipur 🥰🤟.

નોંધનીય છે કે સબા અને સોમીની બહેનના ગ્રાન્ડ વેડિંગ જયપુરમાં થયા હતા. દીપક સિવાય આ લગ્નમાં રશ્મિ બાનિક, ઉર્વશી વાણી પણસામેલ થયા હતા.

સબાએ બહેનની લગ્નનો એક વીડિયો શેર કર્યો છે જેમાં બંન્ને બહેનો ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સાથે સબાએ લખ્યુ કે, મારા બહેનના લગ્ન

નોંધનીય છે કે બિગ બોસની 12મી સીઝનમાં બિહારના દીપક ઠાકુરે પોતાના ગીતો અને મજાક અંદાજમાં લોકોનું મનોરંજન કર્યું હતુ.

શોમાં સોમી સાથે તેની કેમેસ્ટ્રી પણ ચર્ચામાં રહી હતી. બંન્ને વચ્ચે ખૂબ લડાઇ પણ થતી હતી.

કન્યા બનેલી સોમી અને સબા ખાનની બહેન સુંદર લાગી હતી. કન્યા સનાના પરિવારજનો અને ફ્રેન્ડ સાથે પોઝ આપ્યો હતો.

કન્યા બનેલી સોમી અને સબા ખાનની બહેન સુંદર લાગી હતી. કન્યા સનાના પરિવારજનો અને ફ્રેન્ડ સાથે પોઝ આપ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page