Only Gujarat

National

GB રોડના સેક્સ વર્ક્સની દુઃખભરી વાત સાંભળીને આંખમાંથી આવી જશે પાણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આપ પાર્ટીએ 70 વિધાનસભા બેઠકોમાંથી 67 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે ભાજપે 8 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે કોગ્રેસનું આ વર્ષે પણ ખાતુ ખુલ્લી શક્યું નહોતું.

આપ પાર્ટીની સરકાર બની ગઇ છે. લોકોને સારા શિક્ષણ અને સ્વાસ્થ્ય આપવાના વચને આપની સરકાર બની પરંતુ જીબી રોડ પર રહેતી સેક્સ વર્ક્સની લાઇફમાં કોઇ બદલાવ આવ્યો નથી. આ લોકોની સમસ્યા અનેક પ્રકારની છે.

એક સેક્સ વર્કરે જણાવ્યું કે, અમારા કામને સરકારી સુવિધાઓ સાથે જોડી દેવામાં આવે છે. અમને કોઇ સ્વાસ્થ્ય સેવાઓ જઇએ તો અમારી સાથે ભેદભાવ કરવામાં આવે છે. એટલું જ નહી સ્કૂલોમાં અમારા બાળકો સાથે ભેદભાવ થાય છે. અમારી સાથે સામાન્ય મહિલાઓ જેવું વર્તન કરવામાં આવતું નથી.

સેક્સ વર્કરો કહે છે કે જીબી રોડ એટલો બદનામ છે કે સફાઇકર્મીઓ પણ અહી આવતા નથી. જેને કારણે અહી ખૂબ ગંદગી ફેલાય છે.

એક્સ સેક્સ વર્કરે કહ્યું કે, મોદીના સ્વચ્છ ભારત અભિયાન અહી પહોંચી શક્યું નથી. અમે ભારતનો હિસ્સો છીએ તો અમારી સાથે આટલો ભેદભાવ કેમ.અહી નેતાઓ ફક્ત મત માંગવા સમયે જોવા મળે છે. અહી બાળકોને રસી આપવાનું અભિયાન પણ પહોંચતું નથી. જીબી રોડ પરની સરકારી હોસ્પિટલમાં અમને અનેક પ્રકારના સવાલો કરવામાં આવે છે. બાળકોનો પિતા કોણ છે તેવું પૂછવામાં આવે છે. જેના કારણે અમે પોતાના ખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઇએ છીએ.

બાળકોનું સ્કુલમાં એડમિશન સમયે ખૂબ સમસ્યાઓ થાય છે. ફોર્મ પર બાપના નામ અને સહીની જરૂર પડે છે. એક સેક્સ વર્કરે કહ્યું કે, જ્યારે અમે બાળકો પેદા કર્યા અને મોટા કર્યા તો બાપના નામ વિના પ્રક્રિયા પુર થઇ શકતી નથી.

અન્ય એક સેક્સ વર્કર્સનું કહેવું છે કે તેમના આધાર કાર્ડ પર જીબી રોડ નામ જોઇને ભેદભાવ કરાય છે. તેમની માંગ છે કે ઉંમર થતાની સાથે તેમને કોઇ કામ મળતું નથી એવામાં સરકાર તેમને પેન્શન આપે તે ખૂબ જરૂરી છે.

તે સિવાય મસાજ પાર્લર અને સ્પા સેન્ટરના નામ પર લોકો પર દરોડા પાડવાનું બંધ કરવું જોઇએ. મહિલા આયોગમાંથી કેટલીક મહિલાઓ આવે છે અને એક લાખ રૂપિયાની ખંડણી માંગે છે અને ના આપવા પર દરોડા પાડવાની ધમકીઓ આપતી રહે છે. તે અમારી પાસે પૈસા લેવા કોન્ડોમ રાખવાનો આરોપમાં અંદર કરવાની ધમકી આપે છે. પોલીસ સાથે તેમની મિલીભગત હોય છે. કોઇ મહિલાને ઉઠાવી જાય છે અને પૈસા આપ્યા બાદ તેઓને છોડવામાં આવે છે. જોકે આ મહિલાઓ મહિલા આયોગમાંથી જ આવે છે તેના અમારી પાસે કોઇ પુરાવા નથી.

ઘણીવાર સેક્સના ધંધામાં તેમના પર બળાત્કાર થાય છે. પોલીસ ફરિયાદ કરવા જતાં પોલીસ કહે છે કે તું સેક્સ વર્કર છે તો તારા પર બળાત્કાર કેવી રીતે થઇ શકે. પોલીસ એવા એવા આરોપો લગાવે છે કે સેક્સ વર્કર પોતે જ ફરિયાદ પાછી ખેંચી લે છે. મોટાભાગની મહિલાઓ ઘરે ખોટું બોલીને બહાર કામે જાય છે.

અન્ય એક સેક્સ વર્કર કહે છે કે અનેક ગ્રાહકો ફક્ત સેક્સ માટે નથી આવતા કેટલાક અમારી પાસે ફક્ત વાતો કરવા પણ આવે છે. કેટલાક પોતાની પત્ની, બાળકો અને ઘરની વાતો કરે છે. કેટલાક ડ્રિંક્સ અને સ્મોક માટે આવે છે. કોઇ અમને બહાર ફરવા લઇ જાય છે. અહી કોઇ કોઇને ધર્મ અંગે પૂછતું નથી. ક્લાયન્ટ પસંદ કરવાનો અધિકાર અમને નથી. ક્લાયન્ટ અમારામાંથી કોઇની પસંદગી કરે છે. અને તેની સાથે સેક્સ કરે છે.

અહી મહિલાઓને ડિલીવરીના બે દિવસ બાદ આ કામ કરવું પડે છે. એબોર્શન બાદ પણ આ કામમાં પાછું ફરવું પડે છે. કોઇ સમસ્યા હોવા પર અહી રહેતી મહિલાઓ માટે ઓલ ઇન્ડિયા નેટવર્ક ઓફ સેક્સ વર્કર જ એક સહારો છે. આ આખી દેશની મહિલા સેક્સ વર્કરોનું એક સંગઠન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page