Only Gujarat

FEATURED National

માંડ માંડ પિતા ચલાવતા ઘરે, કાચું મકાન અને અનેક મુસીબતો વચ્ચે દીકરીએ રોશન કર્યું નામ

ભોપાલઃ મહેનત અને લગનની સાથે જો ઇચ્છાશક્તિથી લક્ષ્ય તરફ આગળ વધવામાં આવે તો હજારો વિઘ્ન બાદ પણ મંજિલ સુધી પહોંચી શકાય છે. સાધના વગર જેની સાધના અટકતી નથી. તેવા લોકોની પ્રતિભા ગમે તેવી પરિસ્થિતિમાં ઝળહળી ઉઠે છે. જી હા આવી જ પ્રતિભાની વાત છે. મધ્યપ્રદેશમાં બાર બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા. પરિણામમાં પ્રદેશના ટોપ ટેનની યાદીમાં શ્યોપુરની મધુ આર્યે ત્રીજું સ્થાન મેળવ્યું છે. મધુ આર્યના પિતા ફૂટપાથ પર ચપ્પલ વેચે છે.

મધુ રાજ્યમાં ટોપ ટેનમાં ત્રીજા સ્થાને આવતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ છે. મધુ આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનીને લોકોની સેવા કરવા ઇચ્છે છે. તેમના પિતા ફૂટપાથ પર ફૂટવેર વેચીને ગુજરાન ચલાવે છે. તેમણે મધુના આગળના અભ્યાસ માટે સરકાર પાસે આર્થિક મદદની માંગણી કરી છે.

મધુ આર્ય શ્યોપુરના ગાંધીનગર મોહલ્લામાં રહે છે. તેમના પિતાનું નામ કનૈયા આર્ય છે. તેમને મેઘાવી દીકરી પર ખૂબ જ ગર્વ છે. મધુએ સરકારી ઉત્કષ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને મહેનત અને લગનથી અભ્યાસ કરીને બારમા બોર્ડમાં જીવ વિજ્ઞાન ગ્રૂપમાં રાજ્યની ટોપ ટેન યાદીમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે.

મધુ આર્યના પિતા ફૂટપાથ પર ચપ્પલ વેચીને પરિવારની આજીવિકા ચલાવે છે. મધુ આર્ય ડોક્ટર બનવા ઇચ્છે છે. મધુ આર્યએ 500માંથી 485 માર્કસ મેળવીને જિલ્લા અને પરિવાનું નામ રોશન કર્યું છે.

મધુ તેમની આ સફળતાનું શ્રેય તેમના માતા પિતા અને શિક્ષકને આપે છે. મધુએ જણાવ્યું હતું કે, તે રોજ 5થી8 કલાક અભ્યાસ કરતી હતી. મધુના પિતાએ મધુના આગળના અભ્ચાસ માટે સરકાર પાસે આર્થિક મદદની અપીલ કરી છે.

You cannot copy content of this page