Only Gujarat

TOP STORIES

એક દીકરીની માતા 28 વર્ષની પરિણીતાએ કહ્યું, મારે 18 વર્ષના યુવક સાથે સંબંધ છે

સુરતઃ અત્યાર સુધી પોતાના હીરાની ચમકદમક માટે જાણીતું સુરત હવે જાણે સંબંધોના નામ પર કલંક લગાવે તેવી ઘટના માટે જાણીતું બની ગયું છે. વેવાઈ-વેવાણ અને જેઠ-દેરાણીની ઘટના બાદ સુરતનો વધુ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક બાળકીની માતા એવી સ્ત્રીના ત્રાસથી કંટાળીને માત્ર 18 જ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. યુવાન દીકરાના મોતથી માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ લાચાર માતા હવે પોતાના દીકરા માટે ન્યાયની માંગ કરી રહી છે. જાણો આખરે શું છે ઘટના.

લૉકડાઉન દરમિયાન થઈ મિત્રતાઃ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારની છે. અહીંયા આવેલી હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષનો યુવાન પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા અને મોટો ભાઈ છે. ચાર મહિનાથી લૉકડાઉનના કારણે ઘરે જ હતો. આ દરમિયાન તેને પાડોશમાં રહેતી મહિલા સાથે મિત્રતા થઈ ગઈ. આ મહિલા 28 વર્ષની હતી અને તેના લગ્ન થઈ ગયા હતા. તેને એક બાળકી છે. મિત્રતા તો યુવાન નિભાવી રહ્યો હતો, પરંતુ તેના ખબર નહોતી કે આ મિત્રતા તેને મોતના મુખમાં ધકેલી દેશે.

યુવકના એકતરફી પ્રેમમાં હતી મહિલાઃ પરિણીત મહિલાને યુવક પાસેથી દોસ્તી કરતા કાંઈક વધારે જોઈતું હતું. તે 18 વર્ષના યુવાનના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તે યુવકને વારંવાર ફોન કરીને બ્લેકમેઈલ કરી હતી અને શારીરિક સંબંધો બાંધવા કહેતી હતી. મહિલાના માનસિક ત્રાસથી યુવાન ઘરે જ કેદ રહેતો હતો અને કોઈ સાથે વધુ વાત પણ નહોતો કરતો.

માતાને સંભળાવી આપવીતીઃ યુવાનની આ હાલત જોઈને તેના માતાને શંકા ગઈ હતી. એકવાર માતાએ પુત્રને શું થયું તેમ પુછતા, પુત્રએ તેની પાસે હૈયું ખોલી નાખ્યું. તેણે મિત્રતાથી લઈને બ્લેક મેઈલિંગ સુધીની તમામ વાતો માતાને કહી. માતા આ જાણીને ચોંકી ઉઠ્યા. માતએ આ વાત મહિલાના પતિ સુધી પહોંચાડી. પરંતુ મહિલાના પતિએ યુવક અને તેની માતા સાથે જ ઝઘડો કર્યો.

પ્રેમમાં આટલી પાગલ હતી મહિલાઃ ઝઘડો થતા પ્રેમમાં પાગલ મહિલાએ તો પતિની સામે કહી દીધું કે, મારે તો આ યુવક સાથે સંબંધ રાખવો છે. પત્નીની વાત સાંભળીને પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ મામલે છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આસપાસના લોકોમાં પણ વાત થવા લાગી હતી. જો કે લોકો પરિણીતાના બદલે યુવાનને જ ઠપકો આપી રહ્યા હતા. જેથી યુવાનને માઠું લાગી ગયું હતું.

યુવાને આપી દીધો જીવઃ રોજના ઝઘડા થતા હતા અને ઉપરથી મહિલા હેરાન કરતી હતી. આ માનસિક ત્રાસથી યુવાન ભાંગી પડ્યો હતો. ગત રોજ મહિલાનો વધુ એક વાર ફોન આવતા યુવાને ઘરના પહેલા માળે જઈને ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવી દીધો. મૃતકના પરિવારનો આરોપ છે કે તેણે મહિલાના ત્રાસથી જ આપઘાત કર્યો છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે મૃતક યુવાનના પરિવારની માગ છે કે મોતની દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવે અને મહિલાને તેના કૃત્યની સજા મળે.

You cannot copy content of this page