Only Gujarat

National

દીકરીએ કર્યા લવમેરેજ, પિતાએ ફોસલાવીને પિયર બોલાવી, પછી રહેંસીને નહેરમાં ફેંકી દીધી

હરિયાણાના સોનીપતમાં હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પિતાએ પોતાની દીકરીના પ્રેમલગ્નથી એટલા નારાજ થઈ ગયા કે તેની દીકરીને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને નહેરમાં ફેંકી દીધી હતી. આ મામલો સોનીપતના મુકીમપુર ગામનો છે. મોત પહેલા કનિકા નામની એત યુવતીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે જો તેનું મોત થઈ તો તેના માટે તેના પિતા અને તેના મિત્રો જવાબદાર રહેશે. આ મામલામાં પોલીસે યુવતીના પિતાની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસે નહેરમાં લાશની શોધખોળ આદરી છે.

કનિકાના પતિ વેદપ્રકાશે તેના સસરા વિજયપાલ અને સંબંધીઓ સહિત ચાર લોકો સામે કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં યુવતીના પતિએ કહ્યું હતું કે જન્મદિવસ ઉજવવાના બહાને બંનેને બોલાવ્યા હતા. તે થોડોક દૂર ઉભો રહી ગયો હતો. ત્યાર પછી પોલીસ સ્ટેશન સામે જ તેની પત્નીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

મુકીમપુર ગામમાં રહેતી કનિકાને વર્ષ 2020માં પાડોશમાં રહેતા વેદપ્રકાશ સાથે પ્રેમ થઈ જતાં લવમેરેજ કરી લીધા હતા. બંનેએ પોતાના પરિવારજનનો મરજી વિરુદ્ધ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. બંનેના ઘર ગામમાં આજુબાજુમાં છે અને બંને એક જ ગોત્રના છે. જેથી યુવતનીના પરિવારજનો ઉપરાંત ખાપે પણ નારજગી વ્યક્ત કરી હતી. લગ્ન બાદ બંને ચોરી-છુપાઈ રહેતા હતા.

લગ્નથી નારાજ પરિવારજનો ખોટું બોલ્યા હતા કે હવે તેઓ આ લગ્ન માટે માની ગયા છે. અને જૂની વાતો ભૂલીને બંનેને ઘરે પાછા આવવા કહ્યું હતું. પછી બંને સાવધાની સાથે પરિવાર સાથે ફોન પર વાત કરવા લાગ્યા હતા. યુવતીના પિતા વિજયપાલે 6 જુલાઈએ દીકરીને ફોન કર્યો અને કહ્યું કે 7 જુલાઈએ તેનો જન્મદિવસ છે. તમે બંને જન્મદિવસ મનાવવા માટે ઘરે આવી જાવ. બધા મળીને મીઠાઈ ખાઈશું અને જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરીશુ. નાદાનીમાં બાળકોથી ભૂલ થઈ જાય.

બંનેએ વિજયપાલની વાતોમાં આવી ગયા હતા અને સાવધાની સાથે પિતાને ફોન પર સૂચના આપી કે તે પોલીસ સ્ટેશન સામે ઉભા છે. વિજયપાલ કારમાં આરોપીઓ સાથે આવ્યો હતો અને દીકરી કનિકાને લઈને ચાલ્યો ગયો હતો. આ સમયે યુવતીનો પતિ વેદપ્રકાશ તેમની નજરથી દૂર ઉભો ઉભો બધું જોઈ રહ્યો હતો.

બાદમાં યુવતીના પતિ વેદપ્રકાશે તેના સસરાને ફોન કરતાં ઉડાવ જવાબ મળ્યા હતા આથી તેણે પોલીસમાં જાણ કરી હતી. આરોપ એવો પણ છે કે પોલીસમાં જાણ કર્યા બાદ પોલીસે તરત કોઈ કાર્યવાહી કરી નહોતી. યુવતીના પતિએ 20 જુલાઈએ ફરી પોલીસ સ્ટેશન જઈ હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ હરકતમાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતાની સખત પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તેણે કહ્યું હતું કે દીકરીનું અપહણ કર્યા બાદ તેની હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી હતી. તેને ગામમાં લઈને ગયો નહોતો. આરોપીએ જણાવ્યું હતું કે તેને પોતાની કરતૂતનો કોઈ પછતાવો નથી.

You cannot copy content of this page