દુલ્હન જોતી રહી રાહ, પોતા જ લગ્નમાં ન પહોંચ્યા ધારાસભ્ય, પછી થઈ જોવા જેવી

એક ખૂબ ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગર્લફ્રેન્ડ લગ્ન માટે રજીસ્ટર ઓફિસ પહોંચી હતી. જ્યાં કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પણ દુલ્હો આવ્યો નહોતો. આ યુવતીનો બોયફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ ખુદ ધારાસભ્ય છે. યુવતીએ અંતે નિરાશ થઈને પાછું જવું પડ્યું હતું. યુવતીએ ઘારાસભ્ય સામે વિશ્વાસઘાતનો કેસ નોંધાવ્યો છે

ઓરિસ્સાના બીજેડી પાર્ટીના ધારાસભ્ય વિજય શંકર દાસ સામે તેની ગર્લફ્રેન્ડ સોમલિકાએ ફરિયાદ નોંધાવી છે. સોમલિકાએ દાવો કર્યો છે તે વિજય શંકર દાસની ગર્લફ્રેન્ડ છે અને ઘણા વર્ષોથી બંને વચ્ચે સંબંધ છે. બંને કોર્ટ મેરેજ કરવાના હતા. જ્યારે તે લગ્ન માટે નક્કી કરેલા સમય અને સ્થળે પહોંચી તો ધારાસભ્ય વિજય શંકર દાસ પહોંચ્યા નહોતા.

સોમલિકાએ કલાકો સુધી રાહ જોયા બાદ પણ ધારાસભ્ય ન આવતા તે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે તે ધારાસભ્ય સાથે ત્રણ વર્ષથી રિલેશનમાં છે. તેણે આરોપ મૂક્યો કે ધારાસભ્યના ભાઈ અને પરિવારજનો તેને ધમકી આપી રહ્યા છે. અને તે મારો કોલ પણ રિસિવ કરી રહ્યા નથી.

ફરિયાદ નોંધાયા બાદ આખો મામલો મીડિયામાં ચર્ચામાં આવ્યો હતો. જેને લઈને ધારાસભ્યનું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેણે કહ્યું કે તેણે સોમલિકા સાથે લગ્ન કરવાનો ઈન્કાર નથી કર્યો અને તે 60 દિવસની અંદર લગ્નની નોંધણી કરાવશે.

તેમણે કહ્યું કે લગ્ન નોંધણી માટે હજી 60 દિવસ બાકી છે એટલે હું નહોતો ગયો. તેમજ મને સોમલિકાએ કે તેના પરિવારજનોએ લગ્ન રજીસ્ટર ઓફિસે આવવા માટે સૂચના આપી નહોતી.

You cannot copy content of this page