આવી રંગીન પાર્ટીઓમાં બોલિવૂડ સેબેલ્સ માણતા હતા મોજ, નહોતું રહેતું કંઈક ભાન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક બોલિવૂડના ટોપના કલાકારોનું પણ ડ્રગ્સ કનેકશન સામે આવી રહ્યું છે. આ તપાસમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું. આ એક્ટ્રેસનું નામ સામે આવ્યાં બાદ તેમની ત્રણ વર્ષ જુની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ છે.

દીપિકા પાદુકોની આ તસવીર વર્ષ 2017ની કોકો રેસ્ટોરન્ટની છે. આ તસવીર 28 ઓક્ટોબરની એ ચેટ સાથે મેચ થાય છે. જેમાં કોકોનું નામ લેવામાં આવ્યું છે. આ સિવાય આ ચેટમાં કરિશ્માના નામનો પણ ઉલ્લેખ છે.

દીપિકાએ આ ચેટમાં કરિશ્માને કોકો રેસ્ટોરન્ટ આવવાનો સમય બતાવ્યો હતો. આ ચેટમાં દીપિકાએ હૈશ અને ગાંજાની વાત પણ કરી છે, ત્યારબાદથી તે એનસીબીના રડાર પર આવી છે. દીપિકાએ કરિશ્માને પૂછ્યું હતું. કે, તારી પાસે માલ છે? દીપિકાની એ ચેટ સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઇ રહી છે.

દીપિકાએ આ પાર્ટી તેમની ફિલ્મ પદ્માવત રિલીઝની આસપાસ એટલે કે 28-29ની રાત્રે એટેન્ડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મને મુદ્દે ખૂબ જ વિવાદ થયો હતો. સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રીલિઝ થયા બદા સુપર હિટ સાથે સાબિત થઇ હતી. તેમાં રણબીર અને શાહિદ કપૂર જેવા સિતારા જોવા મળ્યાં હતા.

પાર્ટીમાં દીપિકા બ્લેક ટોપ, ગોલ્ડન કલરના પેન્ટમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા અને દીપિકાની આ ચેટ સામે આવ્યા બાદ બોલિવૂડમાં સનસની મચી ગઇ છે. દીપિકા કરિશ્માને પૂછી રહી છે કે, શું તારી પાસે માલ છે? આ સવાલ પર કરિશ્મા જવાબ આપે છે, હાં, પરંતુ ઘરે છે, હું તો બ્રાન્દ્રામાં છું. ત્યારબાદ કરિશ્મા કહે છે કે, અમિત સાથે માલ મોકલાવું છે. દીપિકા પણ પૂછે છે કે, આ હૈશ છે કે ગાંજો? ત્યારબાદ કરિશ્મા કહે છે કે,. આ તેમની પાસે ગાંજો છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, ચેટમાં કેટલાક ઇગ્લિંશ અક્ષરોનો કોડની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોડને ડિકોડ કર્યાં બાદ નમ્રતા શિરોડકરનું નામ સામે આવ્યું છે. ડિકોડ મુજબ D N S K ( D એટલે દીપિકા પાદુકોણ, N એટલે નમ્રતા શિરોડકર, S એટલે શ્રદ્ધા કપૂર, K, એટલે કરિશ્મા પ્રકાશ. આ ડ્રગ્સ કોર્ટલ કેસમાં રકુલ પ્રીતનું નામ પણ સામે આવ્યું છે. ત્યારબાદ રકુલ સિંહે દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેમણે તેમના વિરૂદ્ધ થઇ રહેલી મીડિયા કવરેજ રોકવાની માંગણી કરી છે. રકુલે જણાવ્યું કે, આ રીતે તેમની છબી ખરાબ થઇ રહી છે.

સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીની સાથે પૂછપરછ માં એનસીબીની સામે શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે. રિયાએ ડ્રગ્સની લેણદેણમાં સારાનું નામ પણ લીધું હતું. રિપોર્ટસ મુજબ NCB આ અઠવાડિયે સારા અલીખાન અને શ્રદ્ધા કપૂરે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે સમન મોકલી શકે છે. શ્રદ્ધા. જાયા સાહાની સાથે ચેટમાં સીબીડીબી ઓઇલની માંગ કરી રહી હતી.

You cannot copy content of this page