Only Gujarat

Bollywood FEATURED

બેનપણી સાથે મળીને પત્નીએ પતિ પર વરસાવ્યો કાળો કેર, મોડલિંગ પત્નીની કામલીલા!

મુંબઈઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત જેવો મામલો કર્ણાટકના બેંગલુરુમાં બન્યો છે, જ્યાં મધ્ય પ્રદેશના યુવકનું સંદિગ્ધ સ્થિતિમાં શબ મળી આવ્યું હતું. પત્ની પર આક્ષેપ છે કે તે પતિને દારૂમાં ડ્રગ્સ મિક્સ કરીને આપતી હતી.

બેંગલુરુમાં મોડેલિંગ સાથે જોડાયેલી પત્ની શિવાની ગોયલ દ્વારા જબરદસ્તી શરાબમાં ડ્રગ્સ આપવાના ત્રાસથી તંગ થઈને દિનેશ મીણાએ આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવે છે. દિનેશ, મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના મુખ્યાલયથી 100 કિમી દૂર બરેલીના ચારગાંવ ગામનો રહેવાસી હતો. દિનેશના પરિવારજનોએ બરેલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે આવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશ પોલીસ, બેંગલુરુથી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

મૃતકના પિતાએ આપેલા આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દિનેશ મીણાને તેની પત્ની શિવાની ગોયલ અને તેની સહેલી સાક્ષી ઉપરાંત જે કંપનીમાં તેનો દીકરો પ્રાઈવેટ કામ કરતા હતા, તેમના બૉસ રાજીવ ગુપ્તાએ ડરાવ્યો અને ધમકાવ્યો હતો. સાથે જ તે ડ્રગ્સ અને શરાબના બંધાણી બની ગયો.

ચારગાંવ નિવાસી દિનેશ મીણા 2014થી એલએનસીટી કૉલેજ, ભોપાલમાં એન્જીનિયર વિદ્યાર્થી હતો અને શિવાની ગોયલની સાથે વર્ષ 2019માં ભોપાલથી બેંગલુરુમાં નોકરી કરવાની કહીને પહોંચ્યો હતો.

2019થી બેંગલુરુ રહેતા દિનેશ મીણાનું શબ 23 સપ્ટેમ્બરે બેંગલુરુમાં તેના ફ્લેટની અંદરના બાથરૂમમાં  શૉવર સાથે લટકેલું મળ્યું. મૃતક દિનેશ મીણાના પિતા રાજારામ મીણાના પરિજનોએ બરેલી પોલીસ સ્ટેશન પહોંચીને પ્રભારી મનોજ દુબેને પોલીસ અધિક્ષક રાયસેનના નામે આવેદન આપ્યું હતું.

પોલીસને આપવામાં આવેલા આવેદનમાં કહેવામાં આવ્યું છે કે 23 સપ્ટેમ્બરે દિનેશની મોત પહેલા દિનેશે પોતાની બહેનને વીડિયો કૉલિંગના માધ્યમથી વાત કરીને જણાવ્યું કે શિવાની ગોયલ અને તેના સાથી તેમને ડ્રગ્સ આપે છે.

મૃતક દિનેશ મીણાના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ બેંગલુરુ દિનેશનું શબ લેવા પહોંચ્યા હતા, ત્યારે બેંગલુરુ પોલીસે તેમની એક વાત ન સાંભળી અને ઘટના સ્થળ પર તેની પત્ની શિવાની ગોયલ અને જે કંપનીમાં તે કાર્ય કરતો હતો, તેનો મેનેજર અને તેના અન્ય દોસ્ત પણ નહોતા, જ્યારે દિનેશની પત્નીએ જ પોતાના મોબાઈલ નંબરથી ફોન કરીને દિનેશી બહેન બબલીને સૂચના આપી હતી કે તેના ભાઈએ બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી લીધો છે અને તેઓ બહાર નિકળી રહ્યા નથી.

રાયસેન જિલ્લાના બરેલી પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ દુબેએ જણાવ્યું કે બેંગલુરુથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. સાથે જ દિનેશના પિતાએ કરેલા આવેદનને બેંગલુરુ પોલીસ સુધી મોકલવામાં આવ્યું હતું

You cannot copy content of this page