Only Gujarat

Bollywood FEATURED

સંજુબાબાના દીકરાએ દત્ત પરિવારનું ગર્વથી ઊંચું કર્યું માથું, ચારે તરફ થઈ રહી છે એની ચર્ચા

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સના સંતાનો ફિલ્મ્સમાં ના હોય છતાંય ચર્ચામાં રહેતા હોય છે. આમાં શાહરુખના બાળકો, અમિતાભની દોહિત્રી, અજય દેવગનના બાળકો, સૈફ અલી ખાનનો લાડલો તૈમુર તથા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર જેવા સ્ટાર કિડ્સ સામેલ છે. હવે, સંજય દત્તનો દીકરાએ હવે એવુ કારનામુ કર્યું છે, જેની બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે.

સંજય દત્તે હાલમાં સોશિયલ મીડિયામાં દીકરા શહરાનની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં શહરાન કરાટે યુનિફોર્મમાં ફૂલ સ્પ્લિટ કરતો જોવા મળે છે. આ તસવીરને શૅર કરીને સંજુબાબાએ કેપ્શન આપ્યું હતું, ઘણાં દિવસોના અભ્યાસ બાદ અંતે સફળતાપૂર્વ ફૂલ સ્પ્લિટ કરી લીધું. મારો લિટલ કરાટે કિડ.

સંજય દત્તની પત્ની માન્યતાએ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, માય બોય. શહરાનની આ તસવીર ઘણી જ વાયરલ થઈ છે. સંજય દત્તને દીકરા પર ગર્વ છે.

થોડા સમય પહેલાં શાહરુખે પણ દીકરા અબરામની તસવીર શૅર કરી હતી. અબરામે રેસ જીતી હતી અને મેડલ મેળવ્યો હતો.

શાહરુખ ખાન દીકરાને ગોલ્ડ મેડલ કહીને બોલાવે છે. સંજય દત્ત તથા શાહરુખના દીકરા ઉપરાંત સૈફના દીકરા તૈમુરે પણ રેસમાં ભાગ લીધો હતો અને તેને મેડલ મળ્યો હતો.

સંજય દત્તને દીકરી ઈકરા પણ છે. આ ઉપરાંત તેની પહેલની પત્નીથી થયેલ દીકરી ત્રિશાલા ન્યૂ યોર્કમાં રહે છે. હાલમાં સંજય દત્ત ‘સડક 2’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ તથા આદિત્ય રોય કપૂર છે. આ ફિલ્મ 10 જુલાઈએ રિલીઝ થશે. આ ઉપરાંત રણબીર સાથે ‘શમશેરા’માં જોવા મળશે. ‘કેજીએફ 2’માં સંજય દત્ત મહત્વના રોલમાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page