Only Gujarat

International TOP STORIES

નદી કિનારે આવેલી આ ઝૂંપડી નથી કંઈ સામાન્ય, કરોડો રૂપિયામાં વેચાઈ

દુનિયામાં ઘણાં આલીશાન ઘર છે જે પોતાની સુંદરતા અને ગજબ ડિઝાઈનને લીધે ફેમસ છે. આવા ઘરની કિંમત કરોડો રૂપિયામાં કરવામાં આવે છે. જે સામાન્ય લોકો ખરીદી શકતા નથી. એવાં ઘણાં મહેલ અને બંગલો વિશે તમે સાંભળ્યું હશે. પણ, શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, એક ઝૂંપડીની કિંમત કરોડો રૂપિયા હશે. જી, હા આ વાત સાચી છે. ઇંગ્લેન્ડમાં સાઘારણ દેખાતી આ એક ઝૂંપડી કરોડો રૂપિયામાં વેચાઈ છે.

તળાવના કિનારે આ ઝૂંપડીને પહેલાં લોકો સામાન્ય માની રહ્યા હતાં. ક્યારેક કોઈ તેના તરફ ધ્યાન પણ નહોતું દેતું. જોકે, હાલમાં જ આ ઝૂંપડી 10 કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ પછી ઝૂંપડી ચર્ચાનો વિષય બની ગઈ છે. વેચાયા પછી તેની હકીકત સામે આવતાં લોકો પણ ચોંકી ગયા હતાં. સાધારણ દેખાતી આ ઝૂંપડીનું ઇન્ટેરિયર મહેલ જેવું છે. જેની અંદરનું ડેકોરેશન કોઈ બંગલા કરતાં ઓછું નથી.

કહેવામાં આવે છે કે, આ ઝૂંપડી નહીં પણ ત્રણ બેડરૂમવાળું સારું મકાન છે. જેને વર્ષ 1964માં બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2016માં તેના માલિક અને તેના ઇન્ટેરિયર પર કામ કર્યું અને 10 કરોડ રૂપિયામાં તેને વેચી દીધી હતી. ઘણાં વર્ષો સુધી સેલેબ્રિટી અહીં ભાડે પણ રહ્યા છે.

તે સમયે લોકો સમજતા હતા કે, તળાવ કિનારે હોવાને લીધે લોકો અહીં આવે છે પણ, તેમણે તેની સુંદરતાની ખબર નહોતી. હકીકત જાણ્યા પછી તેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે, તેનું ઇન્ટેરિયર ફાઇવ સ્ટાર હોટેલ કરતાં ઓછું નથી.

તેના માલિકે જણાવ્યું કે, આ પહેલાં આ ઝૂંપડી 3 કરોડ રૂપિયામાં વેંચાઈ હતી, પણ તેમાં કોઈ સુવિધા નહોતી. એટલે માલિકે આ ઝૂંપડીના ફોટો શેર કરી કહ્યું કે, જો તમે આને એક નાની ઝૂંપડી સમજવાની ભૂલ કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ હશે. આ ભૂલને સુધારવા માટે તમારે અહીં એકવાર જરૂર આવવું જોઈએ અને તેની સુંદરતાં જોવી જોઈએ.

You cannot copy content of this page