Only Gujarat

Bollywood

સારા અલી ખાને વર્ષો બાદ માતા-પિતાના ડિવોર્સનું જણાવ્યું અને કહ્યું શા માટે રહે છે મમ્મી સાથે

મુંબઈઃ કોરોનાનો કહેર ઓછું થવાનું નામ નથી લેતો.રોજ હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો કાળના મુખમાં સમાઇ રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાનો કેર ઓછો નથી થયો. અહીં પણ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. સરકારે લોકડાઉન હટાવીને અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે. જો કે હાલ અનલોકમાં પણ લોકો બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળે છે. હાલ સેલેબ્સ પણ બહુ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં હાલ સોશિયલ મીડિયા પર બધા વધુ સક્રિય થઇ ગયા છે. હાલ સોશિયલ મીડિયા પર સેલેબ્સની દિલચશ્પ કેટલીક કહાણીઓ ફોટો સાથે ખૂબ વાયરલ થઇ રહી છે. હાલ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલીખાનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થયો છે. જેમાં તેમણે તેમના મમ્મી પપ્પાની ડિવોર્સ અને મમ્મી સાથે રહેવાનું કારણ જણાવ્યું હતું. હાલ સારા તેના પરિવાર સાથે ઘરે સમય વિતાવી રહી છે.

સારા હાલ મા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ સાથે સમય વિતાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ભાઇ સાથેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હાલમાં જ તે મુંબઇની સડકો પર સાયકલ ચલાવતી જોવા મળી હતી. વાયરસ વીડિયોમાં તેમણે જણાવ્યું કે તેની મા અમૃતાસિંહે બાળપણથી તેના ઉછેરમાં ખૂબ ધ્યાન આપ્યું છે. ભાઇ ઇબ્રાહિમના આવ્યા બાદ પણ તેમણે તેને તેમનો પુરતો સમય આપ્યો હતો.

સારાએ જણાવ્યું કે, ” અમારી પરવરિશ માટે તેમણે કરિયર પણ છોડી દીધી હતી. હું જોતી હતી કે, મારા માતા-પિતા એકબીજાથી ખુશ ન હતા અને જે ઘરમાં એ બંને એકસાથે ખુશ ન હતા તેમાં હું રહી શકું તેમ ન હતી. તેમણે જણાવ્યું કે, ” એક ઘરમાં રહેતા હોય અને પેરેન્ટસ ખુશ ન હોય આ સ્થિતિ કોઇને પણ ન ગમે. તેનાથી એ બેસ્ટ છે અલગ અલગ ઘરમાં રહો અને ખુશ રહો. મને કોઇપણ ચીજની કમી નથી જ્યારે પાપા મળે છે હું તેમની સાથે પણ ખૂબ જ ખુશ હોવ છું”

સારાને જ્યારે જણાવ્યું કે, સૈફ જ્યારે તૈમુર સાથે વધુ સમય વિતાવે છે. ત્યારે તમે શું અનુભવો છો?આ સવાલમાં જવામાં સારાએ જણાવ્યું હતું કે,. “તૈમુર મારો નાનો ભાઇ છે. પાપા જ્યારે તેમની સાથે હોય છે સંપૂર્ણ સમય તૈમુરને જ આપે છે. જ્યારે અમારી સાથે હોય છે ત્યારે અમને પણ એટલી ખુશી આપે છે”

તેણે ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમા હિસ્ટ્રી અને પોલિકિટકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે ત્યારબાદ તેમણે તેમનું સંપૂર્ણ ધ્યાન વજન ઉતારવામાં લગાવ્યું હતું. તેમણે 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. સારા વરૂણ સાથે ફિલ્મ ‘કુલી નં-1’માં નજર આવશે, આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ 1998ની ‘કુલી નંબર વન’ની રીમેક છે. આ સિવાય સારા અક્ષયકુમાર અને ધનુષની સાથે ‘અતરંગી’માં પણ જોવા મળશે.

સારાના પાપાની વાત કરીએ તો સૈફ અલી ખાને 1919માં તેમનાથી 13 વર્ષ મોટી અમૃતાસિંહ સાથે લગ્ન કર્યાં હતા. લગ્નના થોડા વર્ષ બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા અને બંનેએ જુદા થઇ જવાનો નિર્ણય કર્યો અને કપલે 2004માં ડિવોર્સ લઇ લીધા.

You cannot copy content of this page