Only Gujarat

Bollywood FEATURED

આ એક કારણે પહેલા પ્રેમને ભૂલી ગઈ હતી પ્રિયંકા ચોપરા અને આજે…..

મુંબઈઃ પ્રિયંકા ચોપરા 38 વર્ષની થઈ ગઈ છે. 18 જુલાઈ, 1982માં જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 2002માં તમિલ ફિલ્મ ‘થમિઝન’થી કરી હતી. જોકે તેમણે ઓળખ વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘અંદાજ’થી મળી હતી, જેમાં પ્રિયંકાએ જિયા સિંઘાનિયાનો રોલ પ્લે કર્યો હતો. પ્રિયંકાએ તેમના 18 વર્ષાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકી સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કરી ઘર વસાવી લીધું હતું, આમ તો, નિક જોનસ પહેલાં પ્રિયંકા ચોપરાનું અનેક સ્ટાર સાથે અફેર હતું. પ્રિયંકાનું અફેર અક્ષય કુમારથી લઈ શાહરૂખ ખાન સુધી જ નહીં પણ એક વિદેશી એક્ટર સાથે પણ હતું.

પ્રિયંકા ચોપરાના કરિયરમાં તેમનું દિલ અનેક લોકો પણ આવ્યું અને તૂટ્યો પણ છે. પ્રિયંકા ચોપરાનો પહેલો પ્રેમ અસીમ મર્ચેન્ટ હતો. ફિલ્મોમાં આવ્યા પહેલાં પ્રિયંકા અસીમને ડેટ કરતી હતી પણ, જેવી જ પ્રિયંકાને બોલિવૂડમાં સફળતા મળી તો તે તેમના પહેલાં પ્રેમ અસીમ મર્ચેન્ટને ભૂલી ગઈ હતી. આ રીતે બંનેનો સંબંધ તૂટી ગયો હતો.

અસીમે પ્રિયંકાની જિંદગીની ઘટનાઓ પર ‘67 ડેઝ’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી હતી. જોકે, પછી પ્રિયંકાએ કોર્ટની મદદથી તે રોકાવી દીધી હતી. વર્ષ 2008માં પ્રિયંકા ચોપરાના બૉયફ્રેન્ડ રહેલાં અસીમ મર્ચેન્ટ અને સેક્રેટરી પ્રકાશ જાજૂનો ઝઘડો થયો હતો. ત્યારે ઝઘડાનું કારણ પ્રિયંકાની અંગત બાબતમાં જાજૂએ હસ્તક્ષેપ કર્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.

ફિલ્મ ‘અંદાજ’માં અક્ષય કુમાર સાથે રોમેન્ટિક ગીતમાં જોવા મળેલી પ્રિયંકા ચોપરાએ તેમની સાથે અનેક સુપરહિટ ફિલ્મો કરી છે. અક્ષય કુમાર સાથે પ્રિયંકાની જોડી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. રિપોર્ટ મુજબ, કામ કરતાં-કરતાં પ્રિયંકા અને અક્ષય એક બીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. એક રિપોર્ટ મુજબ, અક્ષયની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પતિને તલાક આપવાનું નક્કી કર્યું હતું. આ પછી પ્રિયંકા અને અક્ષયનો સંબંધ પૂરો થયો હતો.

અક્ષય કુમાર સાથે સંબંધ તૂટ્યા પછી પ્રિયંકાએ ડિરેક્ટર હૈરી બાવેજાના દીકરા હરમન બાવેજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ બંનેના લવ અફેરની ચર્ચા ખૂબ જ થઈ હતી. હરમન બાવેજા અને પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’માં પણ સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. એવામાં હરમનના કરિયરને ડૂબતું જોઈ પ્રિયંકાએ તેમની સાથેનો સંબંધ પૂરો કરવામાં ભલાઈ સમજી હતી.

પ્રિયંકાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ડૉન’માં કામ કર્યું હતું. આ પછી ‘ડૉન 2’માં બંનેએ કામ કર્યા પછી તેમના અફેરની ચર્ચા વધવા લાગી હતી. આ સમાચાર શાહરૂખના ઘરે પણ પહોંચી ગયા હતા. બંનેના અફેરના સમાચારને લીધે શાહરૂખ અને તેમની પત્ની ગૌરી વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. શાહરૂખની પત્ની ગૌરી ખાન પતિ સાથે તલાક લેવા માગતી હતી.

પ્રિયંકાને લીધે ગૌરી પતિ શાહરૂખથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી, જે પછી શાહરૂખે ગૌરીને સમજાવી હતી. કહેવામાં આવે છે કે, ગૌરી માની ગઈ પણ તેમણે બદલામાં શાહરૂખને વોર્નિંગ આપી કે, તે હવે ફ્યૂચરમાં ક્યારેય પ્રિયંકા ચોપરા સાથે કામ કરશે નહીં. આ પછી બંને ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.

ફિલ્મ ‘કમીને’ પછી પ્રિયંકા અને શાહિદ કપૂર એક-બીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ગોવામાં એક પ્રાઇવેટ પાર્ટીમાં બંનેએ સગાઈ પણ કરી લીધી હતી પણ, અચાનક બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.’

નિક જોનસ પ્રિયંકા ચોપરાના પહેલાં વિદેશી બૉયફ્રેન્ડ નથી. આ પહેલાં ગેરાર્ડ બટલર પ્રિયંકા ચોપરાના બૉયફ્રેન્ડ હતો. વર્ષ 2009માં ગેરાર્ડ ભારત આવ્યા હતા અને પ્રિયંકા માટે તેમણે પાર્ટી રાખી હતી. કહેવામાં આવે છે કે, ગેરાર્ડ બટલરે તે પાર્ટીમાં પ્રિયંકાને પ્રપોઝ પણ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page