Only Gujarat

National

પ્રેમિકા સાથે સેક્સ માણવું ભારે પડ્યું, અચાનક જ એવું શું થયું કે યુવાનનો જીવ નીકળી ગયો

એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. પ્રેમી જ્યારે પ્રેમિકા સાથે શારીરિક સંબંધો માણતો હતો ત્યારે તેનું મોત થયું હતું. 28 વર્ષીય અજય પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો અને અચાનક હોટલમાં રહસ્યમય રીતે મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું માનવામાં આવે છે. જોકે, કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવકે સેક્સ માણતા પહેલાં વાયગ્રા લીધી હતી.

સેક્સ દરમિયાન બેભાન થયોઃ આ ઘટના મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અજય જંગુલી પરતેકી નામનો 27 વર્ષીય યુવક સિલેવાડામાં આવેલી કેશ લોજમાં રવિવારે બપોરે તેની પ્રેમિકા સાથે રહેવા ગયો હતો. અજય તથા પ્રેમિકા છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમમાં છે.

અજય ડ્રાઇવર હતો અને વેલ્ડિંગ ટેક્નિશિયન તરીકે કામ પણ કરતો હતો. મહિલા નર્સ તરીકે કામ કરે છે. મહિલા મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહે છે. બંનેના પરિવારને આ સંબંધોની માહિતી હતી. બંનેની મુલાકાત સો.મીડિયામાં થઈ હતી અને બંને લગ્ન કરવાના હતા.

પ્રેમ-પ્રસંગ દરમિયાન પલંગ પર બેભાનઃ પોલીસે આપેલી માહિતી પ્રમાણે, કપલે સાંજે ચાર વાગે લોજમાં ચેક ઇન કર્યું હતું. અડધા કલાક બાદ સેક્સ માણતી વખતે પલંગ પર બેભાન થઈ ગયો હતો. યુવતીએ આ અંગે અજયના મિત્રને જાણ કરી હતી. બાદમાં અજયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મોતનું કારણ શોધવામાં આવશેઃ પોલીસે કહ્યું હતું કે તેમને હજી સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે અજયે કોઈ દવા લીધી નથી. તેની પાસેથી કોઈ ડ્રગ રેપર કે પેકેટ મળ્યું નથી. મહિલાએ એમ પણ કહ્યું હતું કે તેની હાજરીમાં પ્રેમીએ કંઈ જ ખાધું નહોતું. હવે વિસેરા તથા લોહીની તપાસ કરવામાં આવશે. બીજી તરફ અમુક મીડિયા રિપોર્ટમાં અજયે વિયાગ્રા લીધાનો દાવો કરવામાં આવ્યો છે.

કાર્ડિયક અરેસ્ટને કારણે મોતઃ પોલીસને અજયના પરિવારે કહ્યું હતું કે તેને થોડાં દિવસથી તાવ આવતો હતો. પોસ્ટમોર્ટમમાં ડૉક્ટર્સે પ્રાથમિક તારણ એવું આપ્યું કે તેનુ મોત કારણ કાર્ડિયેક અરેસ્ટ છે.

હાર્ટ એક્સપર્ટ્સે કહ્યું હતું કે સેક્સ દરમિયાન હૃદયની ગતિ અટકે તે દુર્લભ છે. જોકે, સેક્સ દરમિયાન હૃદયની માંસપેશીઓને લોહી તથા ઓક્સિજનની જરૂર હોય છે અને તે પૂરું ના મળે તો ઘાતક સાબિત થઈ શકે છે.

You cannot copy content of this page