Only Gujarat

FEATURED National

ડાબો હાથ ગણાતા અમરના લગ્નમાં વિકાસ દુબેએ કર્યો જોરદાર ડાન્સ

કાનપુરમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા બાદથી કુખ્યાત વિકાસ દુબેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. ગુરુવાર 9 જુલાઇએ ઉજ્જૈનથી ધરપકડ બાદ શુક્રવાર સવારે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ પણ વિકાસ દુબેની ચર્ચા બંધ થવાનું નામ લેતી નથી. આ દરમિયાન વિકાસ દુબેનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે જેમાં વિકાસ ડાંસ કરતો નજર આવી રહ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો વિકાસના ખાસ અને ડાબો હાથ ગણાતા અમર દુબેના લગ્નનો છે. અમરના લગ્ન 21 દિવસ પહેલા જ થયા હતા અને વિકાસે જ બંદુકના જોરે લગ્ન કરાવ્યા હતા. લગ્નના વીડિયોમાં વિકાસ દુબે બોલીવૂડ ગીત આપકા ક્યા હોગા જનાબે આલી…પર ઠુમકા લગાવતો નજર આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે લગ્નના 9 દિવસ બાદ જ અમર દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. અમરના સાસરિયાવાળાએ શરૂઆતમાં અમરના ગુનેગારીના ધંધા જોઇને પોતાની દીકરી આપવા તૈયાર ન હતા. પરંતુ વિકાસે દબાણ કરી લગ્ન કરાવી દીધા હતા.

અમર દિવસ-રાત વિકાસના ઘરે જ રહેતો હતો. પરિવારજનોએ પનકીમાં રહેતી ખુશી સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. લગ્નની તારીખ 29 જુને નક્કી થયા હતા પરંતુ તેના થોડા સમય પહેલા જ્યારે ખુશીના પરિવારજનોને જાણ થઇ કે અમર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ પાંચ-છ કેસ દાખલ છે અને તે કંઇ કામ ધંધો કરતો નથી તો તેઓએ લગ્ન કરવાની મનાઇ કરી દીધી.

અમરની દાદી જ્ઞાનવતીના જણાવ્યા પ્રમાણે અમર પણ લગ્ન કરવા માગતો ન હતો પરંતુ તેના પિતા સંજુ તથા વિકાસ દુબેએ તેના પર લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. ત્યારબાદ બંદુકના દમ પર યુવતીના પરિવારજનોને લગ્ન માટે તૈયાર કર્યા હતા. નક્કી કરેલી તારીખે વિકાસે બીકરુ સ્થિત ઘરે જ તેના લગ્ન કરાવ્યા હતા.

લગ્નના નવમાં દિવસે પતિના મૃત્યુ અને પોતે પણ જેલ ગયા બાદ ખુશી પિયર પહોંચી હતી. બે દિવસ બાદ બીકરુ ગામાં વિકાસના માણસો દ્વારા પોલીસકર્મીઓની હત્યા કરી દેવામાં આવી. પતિ અમર ફરાર થઇ ગયો. બુધવાર 9 જુલાઇએ અથડામણમાં અમરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને પોલીસે ખુશીને જેલ મોકલી દીધી હતી. આ ઘટનાથી ખુશીના પરિવારજનો પણ સદમામાં છે.

અતુલ દુબે એન્કાઉન્ટર બાદ ત્રણ જુલાઇની સવારે પોલીસે વિકાસ દુબેના મામા પ્રેમ પ્રકાશ પાંડેય અને અતુલ દુબેને ઠાર માર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અતુલ દુબે અમરનો કાકા હતો.

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેંગ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસને ઓપરેશન ચાલુ છે. તો રાજ્ય સરકારે આ મામલે એસઆઇટીને તપાસના નિર્દેશ આપ્યા છે. જેને એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ભપસરેડ્ડી લીડ કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page