Only Gujarat

FEATURED National

પિતાના અંતિમ સંસ્કાર બાદ પહેલીવાર ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો દિકરો આવ્યો સામે

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેંગ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસને ઓપરેશન ચાલુ છે. તો રાજ્ય સરકારે આ મામલે એસઆઇટીને તપાસના નિર્દેશ આપ્યા છે. જેને એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ભપસરેડ્ડી લીડ કરશે. આ દરમિયાન વિકાસના અંતિમ સંસ્કાર બાદ મોડી રાતે તેનો મોટો દિકરો આકાશ લખનઉમાં પોતાની દાદી સરલા દેવી પાસેથી મળવા આવી પહોંચ્યો. બાદમાં પોલીસ પોતાની સાથે તેને લઇ ગઇ હતી.

ઘટના પાછળના કારણે વિકાસ દુબે પર જે પણ મામલા ચાલી રહ્યાં છે તેમાં અત્યારસુધી કેટલી કાર્યવાહી થઇ વિકાસના સાથીઓને સજા અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી કે નહીં. આટલા મોટા ગુનામાં જામીન રદ કરવા માટે શું કાર્યવાહી કરવામાં આવી. વિકાસ સામે કેટલી ફરિયાદ આવી છે. શું ચોબેપુર થાના અધ્યક્ષ અને જિલ્લાના અન્ય અધિકારીઓએ તેની તપાસ કરી. તપાસમાં સામે આવેલા ફેક્ટ્સના આધારે શું કાર્યવાહી કરવામાં આવી.

વિકાસ અને તેના સાથી પર ગેંગસ્ટર એક્ટ, ગુંડા એક્ટ, એનએસએ હેઠળ શું કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહીમાં કરવામાં આવેલી લાપરવાહીની પણ તપાસ કરવામાં આવી. વિકાસ અને તેના સાતીઓ છેલ્લા એક વર્ષનો કોલ ડિટેલ રિપોર્ટની તપાસ કરાશે. તેના સંપર્કમાં આવનારા પોલીસકર્મીઓની મીલી ભગતના પૂરાવા મળવા પર તેના પર કાર્યવાહીનું ધ્યાન રખાશે.

ઘટનાના દિવસે પોલીસને આરોપીઓ પાસે હથિયારો અને ફાયર પાવરની જાણકારી કેમ ન મળી. તેમાં થયેલી લાપરવાહીની તપાસ કરાશે. પોલીસને તેની જાણકારી કેમ ન હતી તે અંગે પણ તપાસ કરાશે. ગુનેગાર હોવા છતા વિકાસ અને તેના સાથીઓને હથિયારના લાઇસેન્સ કોણે અને કેમ આપ્યા. સતત અપરાધ કર્યા બાદ તેનું લાયસન્સ કેન્સલ કેમ ન થયું.

આ પહેલા યુપી એસટીએફે ગ્વાલિયરમાં રહેવાસી બે લોકોની ધરપકડ કરવામાં આવી. બંને પર આરોપ છે કે વિકાસના ફરાર સાથી શશિકાંત અને શિવમ દુબેને આ લોકોએ જ શરણ આપી હતી. આરોપી પર કાનપુરમં કેસ દાખલ કર્યો છે. આ સિવાય મહારાષ્ટ્ર એટીએસે 2 લોકોને થાણેથી ધરપકડ કરવામાં આવી છે.

યુપી એસટીએફે ગ્લાવિયરમાંથી ઓમપ્રકાશ અને અનિલ પાંડેય નામના બે લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે તેઓએ 8 પોલીસકર્મીઓના હત્યાકાંડમાં નામજદ આરોપી શશિકાંત અને શિવમને પોતાના ઘરે આસરો આપ્યો હતો. ખબર એવી પણ છે કે એસટીએફ 4 જુલાઇએ જ તેને ઉઠાવી ગઇ હતી પરંતુ ગ્વાલિયર પોલીસન તેની સૂચના શનિવારે આપી હતી. જો કે ગ્વાલિયર પોલીસે હું આ અંગે કોઇ જાણકારી આપી નથી.

લકનઉમાં શુક્રવાર મોડી રાતે વિકાસનો મોટો દિકરો આકાશ અચાનક સામે આવ્યો. તે ડરેલો-સદમામાં કૃષ્ણાનગરમાં દાદીને મળવા પહોંચ્યો હતો. તે મકાનમાં દાખલ થાય એ પહેલા જ પોલીસ તેને ઉઠાવી ગઇ. તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરી પછી ઘરે છોડી ગઇ. કહેવામાં આવે છે કે આકાશ વિદેશથી એમબીબીએસ કરી રહ્યો છે. જો કે તેની પુષ્ટી થઇ નથી.

આ પહેલા વિકાસની પત્ની ઋચા અને નાના પુત્રની પોલીસે અટકાયત કરી હતી. 16 કલાક બાદ શુક્રવારે બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા. મોડીરાતે ઋચા સહિત સમગ્ર પરિવાર કાનપુરથી લખનઉ પરત ફર્યો. જેમાંથી કોઇપણ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી.

વિકાસનો ડાબો હાથ અરવિંદ ઉર્ફ ગુડ્ડન રામવિલાસ ત્રિવેદી અને તેનો ડ્રાઇવર સુશીલ કુમાર ઉર્ફ સોનુ તિવારી થાણેથી પકડી લેવામાં આવ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્ર એટીએસ પ્રમુખ દયા નાયના નેતૃત્વમાં ટીમે અહીં કોલશેત રોડ પર એક ઘરે દરોડા પાડ્યા હતા. ગુડ્ડન ત્રિવેદી અંગે કહેવામાં આવે છે કે આ રાજનીતિમાં સક્રિય હતો અને તેનાથી વિકાસની અનેક મોટા નેતાઓ સાથે મુલાકાત કરાવી હતી. ત્રિવેદી પર પણ 2001માં યુપીના રાજ્યમંત્રી સંતોષ સુક્લની હત્યાનું ષડયંત્રન પણ આરોપ હતો.

વિકાસનો સાળો રાજુ ખુલ્લર પણ યુપી એસટીએફે છોડી મૂક્યો છે. એસટીએફની પ્રયાગરાજ યુનિટે રાજુને મધ્ય પ્રદેશના સહડોલથી પકડી લીધો હતો. વિકાસના સંબંદમાં જાણકારી મેળવવા માટે રાજુની પુછપરછ કરવામાં આવી હતી.

અત્યારસુધી વિકાસના નજીકના પ્રભાત, બરુઆ, અમર દુબે, પ્રેમ પ્રકાશ પાંડે, અતુલ દુબેનું એન્કાઉન્ટર થઇ ચૂક્યું છે. નામજદમાં 21 આરોપીઓમાંથી 12 હજુ પણ ફરાર છે. તો ચૌબેપુરના એસઓ વિનય તિવારી, દરોગા કેકે શર્મા સહિત 12 લોોની ધરપકડ કરવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page