Only Gujarat

National

શહીદની પત્નીએ લીધો એવો નિર્ણય કે જાણીને તમે પણ થઈ જશો ગદગદિત

રાયપુર: દેશમાં કોરોના દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો, ઘણા લોકો આ રોગચાળા સામે ચાલી રહેલી જંગમાં મદદ કરવા આગળ આવી રહ્યા છે. સંકટ સમયે, છત્તીસગઢfના શહીદની પત્નીએ આવું ઉમદા કાર્ય કર્યું હતું, જેની પ્રશંસા ખુદ સીએમ ભૂપેશ બધેલ દ્વારા કરવામાં આવી છે. શહીદની પત્નીની વાત સાંભળીને ભાવુક થઈ ગયા એસપી.

વાસ્તવમાં, શહીદ ઉપેન્દ્ર સાહુની પત્ની રાધિકા સાહુ બસ્તર એસપી દિપક ઝા પાસે ગઈ હતી અને મુખ્યમંત્રી રાહત નિધિમાં 10,000 રૂપિયા દાનમાં આપ્યા હતા. મદદ કરતી વખતે ભાવુક થઈ ગયેલી રાધિકાએ કહ્યું કે હું મારા પતિ પાસેથી જે શીખી છું તે કરી રહી છું. જો આજે મારો પતિ જીવતો હોત, તો તેણે પણ આ જ કર્યું હોત.

પુત્રોને પણ મોકલશે દેશની સેવા કરવા
રાધિકાના પતિ ઉપેન્દ્ર સાહુ છત્તીસગઢ સશસ્ત્ર દળ (CAF) માં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. ગયા મહિને 14 માર્ચે બસ્તર જિલ્લામાં નક્સલવાદી હુમલામાં નક્સલવાદીઓ સામે લડતા તે શહીદ થયા હતા. આ ઘટનામાં બે સૈનિકો માર્યા ગયા હતા. જેમાં એક ઉપેન્દ્ર સાહુ હતા. રાધિકાને બે પુત્રો છે, જેમને તે પિતાની જેમ દેશની સેવા માટે પોલીસમાં જ મોકલશે. તે હાલમાં જગદલપુર શહેરમાં ભાડાના મકાનમાં રહે છે.

CM ભૂપેશ બધેલે કહ્યુ: નિ:શબ્દ છું… સલામ છે
મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ટ્વિટર દ્વારા લખ્યું છે, ‘શહીદ ઉપેન્દ્ર સાહુની પત્ની રાધિકા સહુ બસ્તરના પોલીસ અધિક્ષક દીપક ઝાની પાસે પહોંચ્યા હતા અને કોરોના વાયરસ સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દસ હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષમાં કોરોના વાયરસની સામે લડવા માટે પ્રદાન કરીને બોલી કે મારા પતિ હોત તો તેપણ આજ કરતાં. હું તેમને સલામ કરું છું. નિશબ્દ છું.

You cannot copy content of this page