Only Gujarat

Gujarat

ગુજરાતની આ કંપની આઈઆઈટી ગુવાહાટી સાથી મળીને બનાવશે રસી, આવો છે પ્લાન

અમદાવાદ: કોરોના સામેની લડાઈમાં હવે રસી બનાવવાનાં પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ થયા છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પછી હવે હેસ્ટર બાયોસાયન્સે પણ કોરોનાની રસી બનાવવાની જાહેરાત કરી છે. કંપનીની આ જાહેરાત બાદ બુધવારે તેના શેરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો. અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની હેસ્ટર બાયોસાયન્સે બુધવારે કહ્યું હતું કે તે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી (IITG) ની સાથે મળીને COVID -19 માટેની રસી બનાવશે.


ઉલ્લેખનીય છે કે,અગાઉ પુણેની સીરમ સંસ્થાએ દાવો કર્યો હતો કે તે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કોરોના રસી લાવશે, જેની કિંમત લગભગ 1000 રૂપિયા હશે. હેસ્ટેરે જાહેરાત કરી કે, તેણે 15 એપ્રિલ 2020 ના રોજ આઈઆઈટી સાથે કરાર કર્યો છે. કંપનીએ કહ્યું છે કે આ રસી રિકોમ્બિનેન્ટ એવિયન પેરામાઈક્સોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત હશે.

શું કહ્યું કંપનીએ
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, હેસ્ટર બાયોસાયન્સના સીઇઓ અને એમડી આર ગાંધીએ કહ્યું હતું કે, “આઇઆઇટી ગુવાહાટી અને હેસ્ટર બંને કોવિડ -19ને નાબૂદ કરવા માટે એક રસી વિકસાવવા અને બનાવવા માટે એકબીજાને સહયોગ કરશે. હેસ્ટરની આ ભાગીદારી માસ્ટર સીડના વિકાસથી લઈને કોમર્શિયલ રૂપમાં રસીના જારી કરવા સુધીની રહેશે.

શેરમાં ઉછાળો
આ જાહેરાત બાદ, બુધવારે, હેસ્ટર બાયોસાયન્સનાં શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને તેણે 20 ટકાની અપર સર્કિટ લગાવી પડી. બીએસઈ પર તેના શેર રૂ. 1,366 પર બંધ થયા છે. અમદાવાદ સ્થિત આ ફાર્માસ્યુટિકલ કંપનીના શેર 1 મહિનામાં લગભગ 35 ટકા વધી ગયા છે.

કેવા પ્રકારની રસી હશે
નિવેદન મુજબ, રિકોમ્બિનેન્ટ એવિયન પેરામિક્સોવાયરસ -1 નો ઉપયોગ ‘સાર્સ-કોવ -2’ ના ઇમ્યુનોઝિક(શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા જગાવનારી) પ્રોટીન તરીકે કરવામાં આવશે. પાછળથી તેનો ઉપયોગ વધુ અભ્યાસ માટે કરી શકાય છે. આ રસીની ક્ષમતા અંગે આઈઆઈટી ગુવાહાટીના જીવવિજ્ઞાન અને બાયોટેકનોલોજી વિભાગના સહયોગી પ્રોફેસર સચિન કુમારે કહ્યું કે, આ અંગે કોઈ ટિપ્પણી કરવી જલ્દબાજી છે. તેઓ સંશોધન ટીમનું નેતૃત્વ કરશે.

આ કંપની પણ બનાવી રહી છે રસી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતમાં કોરોનાની રસી તૈયાર કરવામાં લાગેલી પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટનાં સીઇઓ પૂનાવાલાએ કહ્યુકે, જો આ ટ્રાયલ સફળ રહ્યુ, તો આ રસી આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં આવી શકે છે અને 1000 રૂપિયામાં મળી શકે છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં, પૂનાવાલાએ કહ્યું હતું કે તેઓ જોખમ લેતા કોરોના રસીના એડવાન્સ ટ્રાયલ પહેલાં તેનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરશે અને જો તે તૈયાર થઈ જશે તો તેની રસી દીઠ રૂ .1000 ખર્ચ થશે. તેમણે કહ્યું કે તેનું ઉત્પાદન આવતા મહિનાના અંતથી શરૂ થઈ શકે છે અને જો પરીક્ષણ સફળ થાય છે, તો સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં તેને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

You cannot copy content of this page