Only Gujarat

National

લોકડાઉન વચ્ચે બહાર આવ્યો શરમજનક કિસ્સો, યુવક આમતેમ રઝળતો રહ્યો પણ કોઈએ ન કરી મદદ

જયપુર: રાજસ્થાનમાં કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રશાસનનું અમાનવીય પાસું સામે આવ્યું છે, જ્યાં એક દીકરો એમ્બ્યુલન્સ ન મળવા પર લગભગ સવા બે કિમી સુધી પોતાના પિતાને લારી પર મુકીને ભાગતો રહ્યો. તેના રસ્તામાં અનેક બેરિકેટ પણ આવ્યા. સ્થિતિ એવી હતી કે તે ક્યારેક પિતાને સંભાળતો, તો ક્યારેક બેરિકેટને હટાવતો. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ તેને મળ્યા પરંતુ કોઈએ તેની મદદ ન કરી. તો, હોસ્પિટલમાં પણ બીમાર પિતાને લઈને ડૉક્ટરો પાસે ભાગતો રહ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું.

આ દિલ દહેલાવી દેનારો મામલો કોટાના રામપુરા વિસ્તારથી સામે આવ્યો છે. જ્યાં ફતેહગઢમાં હનુમાન મંદિર પાસે રહેતા સતીશ અગ્રવાલ અચાનક બાથરુમ જતા સમયે દમના કારણે બેભાન થઈને પડી ગયા. જે બાદ જ્યારે તેના પરિવારને જાણ થઈ તો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા. તેમની પત્ની અને દીકરાએ 108 પર એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો.


પરિવારજનોનો આરોપ છે કે ફોન કર્યાના દોઢ કલાક બાદ પણ કોઈ જ એમ્બ્યુલન્સ ન આવી. જે બાદ હારીને દીકરાએ પિતાને એક લારી પર સુવડાવ્યા અને એમબીએસ હૉસ્પિટલ જવા નીકળી પડ્યા. લગભગ 2 કિમી સુધી લારી પર પિતાને લઈને દીકરો દોડતો રહ્યો. આ દરમિયાન લૉકડાઉનના કારણે ઘણી જગ્યાએ બેરિકેટિંગ પણ હતું. જેને તે પોતે હટાવીને હોસ્પિટલ તરફ વધ્યો.

દીકરાનો આરોપ છે કે આ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ પણ તેમને મળ્યા પરંતુ કોઈએ તેની મદદ ન કરી. અમાનવીયતાની હદ ત્યારે થઈ જ્યારે તે પોતાના પિતાને લઈને હૉસ્પિટલ પહોંચ્યો તો ત્યાં પણ ડૉક્ટરોએ તેને આ રૂમથી પેલા રૂમ સુધી દોડાવ્યો. તે પોતાના પિતાને લઈને ડૉક્ટર પાસે ભાગતો રહ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેના પિતાએ દમ તોડી દીધો.

તંત્ર પર લાપરવાહીનો આરોપ લગાવતા દીકરા મનીષ અગ્રવાલે કહ્યું કે, ‘મારા પિતા પડી ગયા હતા. તેમના પગે જવાબ દઈ દીધો હતો. અમે એમ્બ્યૂલન્સ માટે ફોન કર્યો. ત્યાં સુધી કે આસપાસના લોકોએ પણ એમ્બ્યૂલન્સ માટે ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે ફોન લાગ્યો તો ક્યારેક હોલ્ડ પર રાખી દીધો તો ક્યારેક એડ્રેસ પુછવામાં રહી ગયા. આમ કરીને કલાક વીતી ગઈ પરંતુ એમ્બ્યૂલન્સ ન આવી. જે બાદ હું જ પિતાજીને લારી પર લઈને હૉસ્પિટલ સુધી પહોંચ્યો.’

આગળ મનીષે જણાવ્યું કે હૉસ્પિટલ સુધી પહોંચવા જ આવ્યો હતો ત્યારે મારા સંબંધીઓએ એમ્બ્યૂલન્સ અપાવી. પરંતુ અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પણ મારે તો પરેશાની ઉઠાવવી પડી. ત્યાં પણ તરત ઈલાજ ન કરવામાં આવ્યો અને ઈમરજન્સીથી ઓપીડી સુધી ભટકતા રહ્યા પછી કહ્યું ઈસીજી કરાવ્યા બાદ મેડિકલ કૉલેજ લઈ જાઓ. ત્યાં સુધી તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. આ ભાગદોડમાં 2 કલાક જતા રહ્યા અને જ્યારે હું મેડિકલ કોલેજ પહોંચ્યો તો તેમનું મોત થઈ ચુક્યું હતું. જો મારા 2 કલાક ન વેડફાયા હોત તો મારા પિતાજી આજે જીવીત હોત.

 

You cannot copy content of this page