Only Gujarat

National

નવા રૂપરંગથી ભક્તો ખુશ, મુસ્લિમ હનુમંત ભક્તે મૂર્તિ બનાવતી વખતે થયેલા સુખદ અનુભવો શેર કર્યો

શિમલા: હિમાચલની રાજધાની શિમલાના જાખૂમાં સ્થાપિત હનુમાનજીની 108 ફૂટની મૂર્તિનો હવે કાયાકલ્પ થઇ ગયો છે. રંગરોગાનનું કામ પૂર્ણ થયા બાદ હનુમાનજીની મૂર્તિ વધુ સુંદર અને આકર્ષક બની ગઇ છે.

હનુમંતના ભક્ત કારીગર નિર્મલ પાંડેયે અને તેમની ટીમે મળીને ભગવાન હનુમાનજીની મૂર્તિને નવુ કલેવર આપ્યું છે. પહેલા હનુમાનજીની આ મૂર્તિ આછા સિંદુરી રંગની હતી. મા હતા. જો કે હવે ટા સુંદરી રંગથી મૂર્તિને પેઇન્ટ કરાઇ છે. આટલું જ નહીં આ વખતે હનુમંતના આભુષણને પણ ગોલ્ડલ કલરથી હાઇલાઇટ કરવામાં આવ્યાં છે. ઐતિહાસિક રિજ મેદાનથી હનુમાનજીનો મુકુટ ખૂબ જ સુંદર દેખાઈ છે.

હનુમાનજીની માળાને ઘાટા મરૂન રંગથી રંગવાામાં આવી છે. જેનાથી મૂર્તિ વધુ આકર્ષક દેખાઇ છે. મૂર્તિ પ્રાચીન હોવાથી તેમાં ઝીણી-ઝીણી તિરાડો પણ પડી ગઇ હતી. જે પણ સુંદર રીતે કવર કરવામાં આવી છે. 108 ફૂટની આ મૂર્તિને નવું કલેવર આપવા માટે લગભગ 25 લોકોએ કામ કર્યું. 108 ફૂટની આ મૂર્તિને રંગરોગાન કરવું એટલું સહેલું ન હતું. આ મૂર્તિ પર રંગોરોગાન કરતા પહેલા સટરિંગ લગાવવામાં આવી. જેના માટે 25 લોકોની ટીમે કામ કર્યું. ત્યાર બાદ 12 પેઇન્ટરની ટીમે આ મૂર્તિ પર પહેલા પ્રાઇમર લગાવ્યું. ત્યારબાદ 500 કિલોગ્રામ રંગનો ઉપયોગ કરીને આ મૂર્તિને રંગવામાં આવી.

શ્વેતા નંદા અને નિખિલ નંદાએ કરાવ્યું હતું મૂર્તિનું નિર્માણ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા અને જમાઇ નિખિલ નંદાએ હનુમાનજીના આ મૂર્તિને બનાવડાવી હતી. તેનું લોકાર્પણ 2010માં પૂર્વ સીએમ પ્રેમ ધૂમલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે અભિષેક બચ્ચન હાજર રહ્યાં હતા. આ મૂર્તિને હનુમાનજીના ભક્ત નિર્મલ પાંડેયે બીજી વખત પેઇન્ટ કરાવી. નિર્મલ હનુમાનજીનો પરમ ભક્ત છે અને તેમને હનુમાનજી પર ખૂબ જ આસ્થા છે. તેમણે જણાવ્યું હતું કે, “પહેલા તે સામાન્ય કારીગર હતા પરંતુ હનુમાનજીની કૃપાથી આજે તે ખૂબ સારૂં જીવન જીવી રહ્યો છે. કામ પણ સારૂ ચાલી રહ્યું છે. જ્યારે પણ 2 વર્ષનો બાળક બીમાર પડે છે. તેમને જાખૂ મંદિર દર્શન માટે લાવું છું અને તે સાજો થઇ જાય છે.

લોકડાઉના કારણે કામમાં થયો વિલંબ
મૂ્તિને પેઇન્ટ કરવાનું કામ 15 માર્ચથી જ શરૂ થવાનું હતું. જો કે લોકડાઉનના કારણે કામ બંધ કરવું પડ્યું. અનલોક થતાં ફરી મૂર્તિનું કામ શરૂ કરાયું. નિર્મલની જેમ એક અન્ય કારીગર પણ હનુમાનજીના પરમ ભક્ત છે. કારીગર મહોમ્મદ અફઝલે તેમનો અનુભવ શેર કરતા જણાવ્યું કે,. “જ્યારે પણ હનુમાનજીની મૂર્તિ માટે કામ કરે છે. મનને શાંતિ મળે છે” આ વખતે હનુમાનજીના કંગન, માળા, મુકુટને ગોલ્ડન રંગથી પેઇન્ટ કર્યાં છે. બાકી આખી પ્રતિમા કેસરિયા રંગની છે. 108 ફૂટની વિશાળ પ્રતિમાને નવું કલેવર આપવામાં એક મહિના જેટલો સમય લાગ્યો.

You cannot copy content of this page