અમદાવાદઃ ભારતમાં વાસ્તુ કળાના એકથી ચડિયાતા એક ઉદાહરણ છે હવે તો ભારત ખેડૂતોનો દેશ કહેવાય છે પરંતુ એક સમયે ભારત શિલ્પકારોનો દેશ કહેવાતો હતો. અહીંયા એકથી એક ઉત્તમ વૈજ્ઞાનિક નિયમોને પડકાર આપે તેવી ઈમારતો છે. 2000 વર્ષ પહેલાં ભારતમાં અદ્દભૂત બંધ બાંધવામાં આવ્યો હતો.
કલ્લાનાઈ બંધઃ કલ્લાનાઈ બંધ અથવા ગ્રાન્ડ એનિકટ બંધ ભારતના પ્રાચીન બંધમાંથી એક છે. સમયની સાથે અનેક બિલ્ડિંગ્સ ખંડેર બની જાય છે પરંતુ 2000 વર્ષો બાદ પણ આ બંધ એમનો એમ છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કાવેરી નદીના પ્રાકૃતિક વહેણને રોકવા માટે આ બંધ બનાવવામાં આવ્યો હતો, જ્યારે આ બંધ બનાવવામાં આવ્યો ત્યારે તેની આસપાસ રહેતા લોકો ભયંકર પૂરથી બચી શકતા હતાં.
ચૌલવંશી રાજાએ બનાવ્યોઃ દક્ષિણ ભારતના ચૌલ વંશના રાજા કરિકાલે પહેલી શતાબ્દી ઈસપૂર્વમાં આ બંધ બનાવ્યો હતો. આ વિશ્વનો ચોથો પ્રાચીન બંધ તથા ભારતનો પહેલો બંધ છે.
પથ્થરોથી બનાવવામાં આવ્યો છેઃ આ બંધ નાના-મોટા પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. આની લંબાઈ 329 મીટર તથા પહોળાઈ 20 મીટર છે. 19મી સદીમાં આ બંધને કેપ્ટન કાલ્ડવેલે બીજાવાર બનાવવામાં આવ્યો હતો. 20મી સદીની શરૂઆતમાં આ બંધને કારણે અનેક લાખ એકર જમીનમાં સિંચાઈ થતી હતી. આ બંધ બનાવ્યો તે સમયે માત્ર 69 હજાર એકરમાં સિંચાઈ થતી હતી.
કેવી રીતે પહોંચવું? તમિળનાડુના તંજાવુર જિલ્લાથી અહીંયા સરળતાથી આવી શકાય છે. તંજાવુરથી આ બંધ 47 કિમી દૂર છે. તિરુચિરાપલ્લી ડેમથી માત્ર 16 કિમી દૂર છે અને અહીંથી ચેન્નઈ સરળતાથી પહોંચી શકાશે.